Home> Entertainment
Advertisement
Prev
Next

VIRAL : ગણતરીના કલાકોમાં બોબી દેઓલની આ તસવીર થઈ જબરદસ્ત વાઇરલ, કારણ છે રસપ્રદ

બોબી દેઓલે હાલમાં બેંગકોકમાં યોજાયેલા આઇફા અવોર્ડસમાં 7 વર્ષ પછી કમબેક કર્યુ છે

VIRAL : ગણતરીના કલાકોમાં બોબી દેઓલની આ તસવીર થઈ જબરદસ્ત વાઇરલ, કારણ છે રસપ્રદ

નવી દિલ્હી : બોલિવૂડમાં કપૂરપરિવારની જેમ જ દેઓલ પરિવાર પણ બહુ લોકપ્રિય છે. ધર્મેન્દ્ર પછી સની દેઓલ અને બોબી દેઓલે પણ બોલિવૂડમાં પોતાની કરિયર બનાવી છે. હવે સની દેઓલનો મોટો દીકરો કરણ દેઓલ પણ બહુ જલ્દી મોટા પડદા પર એન્ટ્રી કરવાનો છે. હાલમાં જ ઈન્ટરનેટ પર દેઓલ પરિવારની એક એવી તસવીર વાઈરલ થઈ રહી છે. જેને લોકો પહેલીવાર જોઈ રહ્યાં છે. આ તસવીરમાં દેઓલ પરિવારનો એક સભ્ય પહેલીવાર જોવા મળ્યો છે. આ તસવીરમાં બોબી દેઓલનો દીકરો અને ધર્મેન્દ્રનો પૌત્ર આર્યમાન જોવા મળે છે.

fallbacks

આર્યમાનની પહેલી ઝલક બેંગકોકમાં તાજેતરમાં જ પૂરાં થયેલા IIFA સમારોહ દરમિયાન જોવા મળી હતી. આર્યમાન બોબી સાથે આ એવોર્ડ શોમાં આવ્યો હતો. બ્લેક બો-સૂટમાં આર્યમાન ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો. બોબી અને તાન્યાનો દીકરો આર્યમાન 16 વર્ષનો છે. સામાન્ય રીતે તે હંમેશા મીડિયાથી દૂર રહે છે. બોબી દેઓલે સાત વર્ષ પછી આઇફામાં કમબેક કર્યુ છે અને આ સમયે તેની સાથે તેનો પરિવાર પણ હાજર હતો. 

લાંબું નહીં ટકે રણબીર-આલિયાનું અફેર, કેટરિના છે બધી ખબર...

હાલમાં દેઓલપરિવારની ત્રીજી પેઢી સિલ્વર સ્ક્રિન પર એન્ટ્રી કરવા માટેની તૈયારી કરી રહી છે. સની પોતાના દીકરા કરણને ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મને સની જ ડિરેક્ટર કરી રહ્યો છે. બોબી તાજેતરમાં જ સલમાન ખાન સાથે ‘રેસ 3’માં લીડ સ્ટાર તરીકે જોવા મળ્યો હતો. કેટલાક વર્ષ ફિલ્મ્સથી દૂર રહ્યાં પછી બોબી ફરીથી પોતાના કરિયરને પાટે ચડાવવાની કોશિશ કરી રહ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More