નવી દિલ્હી : શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઇસમાં જોવા મળેલી માહિરા ખાન (Mahira Khan)ની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરમાં માહિરાના ચહેરા પર અનેક નાના ડાઘ જોવા મળી રહ્યા છે. માહિરાની આ તસવીર વાયરલ થઈ એ પછી ચાહકો અલગઅલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હકીકતમાં માહિરાને ફ્રેકલ્સ (freckles) નામની ત્વચાની બીમારી થઈ છે. આ સમસ્યા વધારે સમય સુધી તડકામાં રહેવાને કારણે કે પછી હોર્મોનલ બદલાવને કારણે થઈ શકે છે.
માહિરાની આ તસવીર વાયરલ થઈ જતા કેટલાક યુઝર્સે એને નકલી ગણાવી તો કેટલાક યુઝર્સે માહિરાની સુંદરતાના વખાણ કર્યા. એક યુઝરે તેને બહુ ખૂબસુરત ગણાવી તો બીજાએ કહ્યું કે આ જોઈને તમારી સાથે વધારે પ્રેમ થઈ ગયો. જોકે આ તસવીરને શેયર કરીને માહિરાએ ગજબની હિંમત બતાવી છે કારણ કે બગડેલા ચહેરા સાથેની તસવીર શેયર કરવી કોઈ સહેલું કામ નથી. આમ, તો માહિરા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને તેની તસવીર તેમજ વીડિયો વાયરલ થતા રહે છે.
ભારતીય દર્શકોમાં માહિરાની ઓળખ રઇસની હિરોઇનની સાથેસાથે રણબીર કપૂરની ખાસ મિત્ર તરીકે છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન અને ભારતીય કલાકાર રણબીર કપૂરની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી જેમાં બંને વિદેશમાં રસ્તા પર એકસાથે સિગારેટ પીતા ક્લિક થઈ ગયા હતા. આ તસવીર વાઇરલ થઈ ગઈ હતી અને પછી ચર્ચા ચાલી હતી કે રણબીર અને માહિતી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંનેએ આ વાતનો ઇનકાર કરીને તેમની વચ્ચે માત્ર મિત્રતા હોવાની સ્પષ્ટતા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે