Home> Entertainment
Advertisement
Prev
Next

Viral Pic : જે દિકરી માટે દિશાએ તડકે મુકી દીધી કરિયર, થઈ ગઈ બે વર્ષની...જોવા કરો ક્લિક

સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી 2017ના વર્ષના સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી

Viral Pic : જે દિકરી માટે દિશાએ તડકે મુકી દીધી કરિયર, થઈ ગઈ બે વર્ષની...જોવા કરો ક્લિક

મુંબઈ : સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી 2017ના વર્ષના સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી. દિશાની ગેરહાજરી વિશે જાતજાતની ચર્ચાઓ થતી રહે છે. દિશા ગણતરીના દિવસો પહેલાં શોમાં અલપઝલપ જોવા મળી હતી પણ તે હજી સંપૂર્ણપણે સક્રિય નથી. જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિશા ગાંધીનગરમાં એક લગ્ન પ્રસંગે હાજરી આપવા આવી હતી અને ત્યારે તેની દીકરીની સાથે ક્લિક થઈ ગઈ હતી. 

fallbacks

BOX OFFICE પર પહેલા જ દિવસે સ્ટ્રીટ ડાન્સ 3ડીએ પંગાને ચટાડી ધુળ, કરી આટલી કમાણી

દિશાએ 24 નવેમ્બર, 2015ના દિવસે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા અને 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં જોવા નથી મળી રહી. દિશાએ 2017ના સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત ફુલટાઇમ શૂટ કર્યું હતું. મેટરનિટી લીવ પર ગયેલી દિશાની દીકરી સ્તુતિ પણ હવે બે વર્ષની થઈ ગઈ છે. 

પરેશ રાવલ ગુસ્સામાં લાલચોળ, કહ્યું હવે બાપુ નથી પણ બાપ છે

દિશાની ગેરહાજરી વિશે ટેલિવૂડમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે દિશાના પતિ મયુરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના 15 જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં 100 ટકા વધારો જોઈતો હતો. જોકે પ્રોડક્શન હાઉસક એ માટે તૈયાર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More