Home> Entertainment
Advertisement
Prev
Next

કરીના કપૂર ખાન ફરી પ્રેગનન્ટ! આ તસવીરે ચગાવી છે ચર્ચા

 હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની પ્રેગનન્ટ લુકની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ બની છે

કરીના કપૂર ખાન ફરી પ્રેગનન્ટ! આ તસવીરે ચગાવી છે ચર્ચા

મુંબઈ : હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની પ્રેગનન્ટ લુકની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ બની છે. છેલ્લે ‘વીરે દી વેડિંગ’માં દેખાયેલી બેબોએ નેક્સ્ટ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં કરીના ફરી એકવાર અક્ષય કુમાર સાથે જોડી જમાવશે. આ ફિલ્મમાં બંને મેરિડ કપલના રોલમાં જોવા મળશે, જે બાળકના જન્મ માટે પ્રયાસ ટકરી રહ્યા છે. 

fallbacks

હાલમાં આ ફિલ્મના શૂટિંગની તસવીર વાઇરલ બની છે. આ તસવીરમાં કરીના પ્રેગ્નેન્ટ હોય તેવું લાગે છે. જોકે હકીકત એ છે કે કરીના રિયલ લાઈફમાં પ્રેગ્નેન્ટ નથી પણ આ તેની ફિલ્મનો લૂક છે. અક્ષયકુમાર અને કરીના કપૂર ખાને હાલમાં ‘ગુડ ન્યુઝ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમની છેલ્લી 2009માં આવેલી ‘કમબખ્ત ઇશ્ક’ હતી. 2015માં આવેલી ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’માં કરીનાએ તેની સાથે એક સ્પેશ્યલ ગીતમાં કામ કર્યું હતું.

બીજી કોઈ હિરોઇન વિચારી પણ ન શકે એ વાતનું પ્લાનિંગ કરી રહી છે અનુષ્કા શર્મા

અક્ષય અને કરીનાએ દસ વર્ષ પહેલા ‘કમબખ્ત ઇશ્ક’માં કામ કર્યું હતું. આ અગાઉ પણ તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પણ ખૂબ પસંદ પડી છે. ‘ગુડ ન્યુઝ’માં તેઓ મેરિડ કપલની ભૂમિકામાં જોવા મળવાનાં છે. તેમની સાથે દિલજિત દોસંજ અને કિઆરા અડવાણી પણ છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ પછી કરીનાની કરિયરમાં મોટો વળાંક આવવાનો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More