Home> Entertainment
Advertisement
Prev
Next

જેઠાણી સાથે POOL PARTYની મજા માણતી દેખાઈ પ્રિયંકા ચોપડા, જુઓ VIRAL PICS

આ તસવીરોમાં પ્રિયંકા પોતાની જેઠાણી સોફી ટર્નર સાથે બ્રાઉન રંગના સ્વિમિંગ સુટમાં દેખાઈ રહી છે

જેઠાણી સાથે POOL PARTYની મજા માણતી દેખાઈ પ્રિયંકા ચોપડા, જુઓ VIRAL PICS

નવી દિલ્હી : બોલિવૂડથી હોલિવૂડ સુધી સફળતાનો સ્વાદ ચાખી ગયેલી પ્રિયંકા હાલમાં પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. હાલમાં પ્રિયંકા પોતાના પરિવાર સાથે રજાઓ ગાળી રહી છે અને આ વેકેશનની તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીરોમાં પ્રિયંકા પોતાની જેઠાણી સોફી ટર્નર સાથે બ્રાઉન રંગના સ્વિમિંગ કોશ્ચ્યુમમાં જોવા મળી રહી છે. હાલમાં પ્રિયંકા પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા મિયામી પહોંચી છે. પ્રિયંકા અહીં પોતાની જેઠાણી સાથે પુલ પાર્ટી કરી રહી છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Priyanka in Miami #priyankachopra

A post shared by Priyanka Chopra Charts ✨ (@priyankacharts) on

થોડા સમય પહેલાં પ્રિયંકા પોતાની એક તસવીરને કારણે ટ્રોલ થઈ હતી. આ તસવીરમાં પ્રિયંકા સિગારેટ પીતી નજરે ચડી હતી અને એટલે લોકો તેના પર અકળાયા હતા. આ તસવીરમાં પ્રિયંકાની સાથેસાથે તેની માતા મધુ ચોપડા અને પતિ નિક જોનાસ પણ સ્મોકિંગ કરતા નજરે ચડતો હતો. હકીકતમાં પ્રિયંકાએ દિવાળી વખતે લોકોને ફટાકડા ફોડવાની ના પાડી હતી અને કહ્યું હતું કે એના કારણે થતો ધુમાડો બીમાર લોકોને શ્વાસ લેવામાં બાધા ઉભી કરે છે. જોકે આ શિખામણ પછી પ્રિયંકા પોતાના જોધપુરમાં થયેલા લગ્નમાં ફટાકડા ફોડવા બદલ ટ્રોલ થઈ હતી.

નોંધનીય છે કે પ્રિયંકાના જન્મદિવસે નિકે તેના માટે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં તેમની માતા મધુ ચોપડા, કઝિન પરિણીતી ચોપડા અને તેમના ફ્રેન્ડ્સ પણ હાજર રહ્યા હતા. પ્રિયંકાએ ગયા મહિનાની 18 મહિનાની તારીખે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયંકાના જન્મદિવસે તેના પતિએ તેના માટે બહુ રોમેન્ટિક મેસેજ શેયર કર્યો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More