Home> Entertainment
Advertisement
Prev
Next

શિલ્પા શેટ્ટી પ્રેગનન્ટ? આવી જબરદસ્ત ચર્ચા પછી સ્પષ્ટતા થઈ કે...

#ShilpaKoKyaHua હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું

શિલ્પા શેટ્ટી પ્રેગનન્ટ? આવી જબરદસ્ત ચર્ચા પછી સ્પષ્ટતા થઈ કે...

મુંબઈ : શિલ્પા શેટ્ટીની ગણતરી બોલિવૂડની ફિટનેસ ક્વિન તરીકે થય છે. તેની ડાયટિંગ ટિપ્સથી માંડીને ફિટનેસ યોગા ચાહકોમાં બહુ લોકપ્રિય છે. હાલમાં શનિવારે સોશિયલ મીડિયામાં આવેલી તસવીર વાઇરલ બની છે. આ તસવીર જોનાર દરેક વ્યક્તિ ટ્વિટર પર એક જ સવાલ કરી રહી હતી કે 'શિલ્પાને શું થયું'? હકીકતમાં આ તસવીરમાં શિલ્પા શેટ્ટી એક ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી બહાર નીકળતી જોવા મળે છે. 

fallbacks

રણબીરે ભાણેજ તૈમુર અલી ખાન વિશે આપી દીધું મોટું નિવેદન, કહ્યું કે...

આ તસવીર સોશિયલ મીડિયામાં આવી એટલે બધા પોતપોતાની રીતે અંદાજ લગાવવા માંડ્યા. આમાં સૌથી વધારે ચર્ચા શિલ્પા શેટ્ટીની પ્રેગનન્સીની આશંકા હતી. શિલ્પાન આ તસવીરના અનેક મિમ્સ પણ બન્યા હતા જેની સોશિયલ મીડિયામાં બધાએ બહુ મજા માણી છે. 

શિલ્પાની તબિયતના મામલે ચાહકો એટલા પરેશાન થઈ ગયા કે શનિવાર સવારથી જ #ShilpaKoKyaHua હેશટેગ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થા લાગ્યું. આખરે શિલ્પાએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે ''#ShilpaKoKyaHua, કંઈ નહીં. હે ભગવાન ! હું નિયમિત રીતે મારી તબિયતની તપાસ કરાવતી રહું છું જેથી ફિટનેસ પર નજર રહે. આપણે બધાએ આ કરવાની જરૂર છે. એમાં આટલી ચર્ચા શું કામ? અને હું પ્રેગનન્ટ નથી.''

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More