Home> Entertainment
Advertisement
Prev
Next

આ ટેણકી છે આમિર ખાનના 'દીકરા'ની દીકરી, નામ છે...

આ ટેણકીની વય માત્ર 5 વર્ષની છે અને હાલમાં તેની યોગાસન કરતી તસવીરો વાઇરલ થઈ છે

આ ટેણકી છે આમિર ખાનના 'દીકરા'ની દીકરી, નામ છે...

મુંબઈ : બોલિવૂડ સેલિબ્રિટી પોતાની ફિટનેસનું બહુ ધ્યાન રાખે છે. હાલમાં બોલિવૂડ એક્ટરના ભાણેજ ઇમરાન ખાનની દીકરી ઇમારા ખાનની તસવીરો સામે આવી છે જેમાં તે યોગાસન અને હેન્ડસ્ટેન્ડ કરતી જોવા મળી રહી છે. ઇમરાનને આમિર પોતાના દીકરા જેવો જ માને છે અને આ સંબંધની રીતે જોઈએ તો તે આ ટેણકીનો દાદા થાય છે. ઇમારા માત્ર 5 વર્ષની છે. આ તસવીરોમાં ઇનાયા સાથે તેની માતા અવંતિકા મલિક દેખાય છે પણ પિતા ઇમરાન ખાન નથી દેખાતો. 

fallbacks

એકતા કપૂરે કર્યું એક કામ અને સોશિયલ મીડિયામાં થયો વખાણનો વરસાદ

હાલમાં ઈમરાન અને પત્ની અવંતિકાના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે. અવંતિકાએ પોતાના નામની પાછળથી ખાન સરનેમ હટાવ્યા બાદ મામલો વધારે ગંભીર લાગે છે. રિપોર્ટ મુજબ, અવંતિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ અવંતિકા મલિક ખાન રાખ્યું હતું અને હવે માત્ર અવંતિકા મલિક કરી નાખ્યું છે. 

અવંતિકાએ મુંબઈના પાલી હિલમાં આવેલું ઈમરાન ખાનનું ઘર છોડી દીધું છે. તે હાલ પોતાના પરિવાર સાથે રહે છે. અવંતિકાની મમ્મીએ પણ આ વિશે મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં અવંતિકાની મમ્મી વંદના મલિકે બંનેના ડિવોર્સની વાતને ખોટી ગણાવી છે. જો કે, તેમણે સ્વીકાર્યું કે, અવંતિકા અને ઈમરાન વચ્ચે મતભેદો છે, જેને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇમરાન 20ની વયે પત્ની અવંતિકા મલિક સાથે લિવ-ઈનમાં રહેતો હોવા છતાં બન્નેના પરિવારજનો તેની સાથે હતા. એક તબક્કે ઈમરાને જણાવ્યું કે,'વર્ષ 2004માં જ્યારે હું 20 વર્ષનો અને અવંતિકા 21ની હતી ત્યારે લિવ-ઈનમાં રહેવાની શરૂઆત કરી હતી.જેને કારણે સંબંધોને સમજવામાં મદદ મળી.હું તેની ભાવનાઓનું સમર્થન કરૂ છું'.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More