મુંબઈ : ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની અપકમિંગ મૂવી ‘સાહેબ’નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મની ચર્ચા છે તેટલી જ ચર્ચા ટીઝરના એક સીનની થઈ રહી છે. મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયાનો કિસિંગ સીન હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ સીન એટલો વાઈરલ થયો છે કે લોકો વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના સ્ટેટસમાં રાખી રહ્યા છે. ફિલ્મ સાહેબમાં મલ્હાર એક સ્ટુડન્ટ લીડરના રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝરમાં સ્ટોરીની સાથે સંવાદ પણ દમદાર જોવા મળી રહ્યા છે. ફિલ્મને પરેશ વ્યાસે લખી છે અને શૈલેષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે કિંજલ રાજપ્રિયા, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી પણ જોવા મળશે.
જાતીય સતામણીના આરોપો પછી ફરાર 'સંસ્કારી' એક્ટરને હાલ નહીં જવું પડે જેલના સળિયા પાછળ કારણ કે...
'મિડ-ડે'માં આવેલા રિપોર્ટ પ્રમાણે આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ નથી જેમાં ઓનસ્ક્રીન હીરો-હીરોઇન વચ્ચે લિપ લોક બતાવવામાં આવ્યું હોય. આ પહેલા પણ ગુજરાતી ફિલ્મોમાં લિપકિસના દ્રશ્યો ભજવાઈ ચૂક્યાં છે. વર્ષ 2010માં આવેલી ગુજરાતી ફિલ્મ 'સૂરજ ઉગ્યો શમણાને દેશ'માં હિતુ કનોડિયા અને મોના થીબાએ લિપલોકનો સીન આપ્યો હતો. હિતુ અને મોના સુપરહિટ ગુજરાતી ફિલ્મી જોડી છે અને રિયલ લાઇફ કપલ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે