મુંબઈ : હાલમાં બોલિવૂડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા છે. આ સંજોગોમાં આલિયાનો જુનો વીડિયો વાઇરલ બન્યો છે. આ વીડિયોમાં આલિયા જાહેરમાં રણબીરની 2016માં આવેલી ફિલ્મ 'એ દિલ હૈં મુશ્કિલ'નું ગીત ગાતી દેખાય છે. આ ગીત ગાતી વખતે આલિયાની આંખોમાં જબરદસ્ત પ્રેમ છલકાતો જોવા મળી રહ્યો છે.
આલિયાએ આ જાન્યુઆરી મહિનામાં ઉમંગ 2018માં ભાગ લીધો હતો. આ સ્ટેજ પર કરણ જોહર અને મનીષ પૌલની સાથે આલિયા ભટ્ટ હાજર હતી અને તેણે આ ગીત ગાયું હતું. આલિયાના આ ગીત પર ઓડિયન્સમાં હાજર રહેલા શાહરૂખ ખાન, કંગના રનૌત અને અનુષ્કા શર્મા ભારે પ્રભાવિત થયા હતા.
રણબીર કપૂરે આ વર્ષે જૂન મહિનામં GQ મેગેઝિનને આપેલા ઇન્ટવ્યૂમાં તેની અને આલિયા વચ્ચેની રિલેશનશીપની વાત સ્વીકારી હતી. આલિયા અને રણબીર અનેકવાર એકબીજા સાથે અને એકબીજાના પરિવાર સાથે જોવા મળ્યા છે. આલિયાએ રણબીરની લેટેસ્ટ ફિલ્મ 'સંજૂ'ના ભરપુર વખાણ કર્યા હતા અને એને તેની ફેવરિટ ફિલ્મોની યાદીમાં ટોચ પર મુકી છે. રણબીર અને આલિયા હવે એકબીજા સાથે ડિરેક્ટર અયાન મુખરજીની 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે