Home> Entertainment
Advertisement
Prev
Next

ફિફ્ટી પ્લસ સલમાને કર્યો એવો સ્ટન્ટ કે ઇન્ટરનેટ પર લાગી ગઈ આગ

હાલમાં સલમાન દબંગ 3નું શૂટિંગ કરી રહ્યો છે. જેના ટાઈટલ ટ્રેકનું શૂટિંગ મધ્યપ્રદેશના મહેશ્વરમાં કરવામાં આવ્યું. આ વખતે ફિલ્મમાં વિલન તરીકે સાઉથ સુપરસ્ટાર સુદીપ જોવા મળશે. આ ફિલ્મમાં સલમાનની પત્ની તરીકે સોનાક્ષી સિન્હા જોવા મળશે અને ફિલ્મનું ડિરેક્શન રેમો ડીસૂઝા કરી રહ્યો છે.

ફિફ્ટી પ્લસ સલમાને કર્યો એવો સ્ટન્ટ કે ઇન્ટરનેટ પર લાગી ગઈ આગ

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સલમાન ખાન તેની ફિટનેસ માટે  વિખ્યાત છે. પચાસ વર્ષ કરતા વધારે વયના સલમાને શર્ટલેસ ફોટો શેર કર્યો હતો જે વાઇરલ બની ગયો છે. હવે સલમાનનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે બેકફ્લિપ ડાઈવ મારી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે સલમાન રિવર્સ જંપ કરી પૂલ ડાઈવ કરી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સુલ્તાન ફિલ્મનું જગ ઘુમિયા સોંગ ચાલી રહ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

fallbacks

સલમાનની લેટેસ્ટ ફિલ્મ ભારતે 200 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આ વિશે સલમાનનું કહેવું છે કે કોઈ સારી ફિલ્મનું પ્રમાણ સંપૂર્ણ રીતે બોક્સ ઓફિસની કમાણી પર નિર્ભર હોય છે પરંતુ જ્યારે વિવેચક તેની ફિલ્મના વખાણ કરે છે ત્યારે તેને ડર લાગે છે. 2009માં આવેલી વોન્ટેડ ફિલ્મ અને ત્યારબાદ દબંગથી કારકિર્દીના નવા શિખરે પહોંચનારા સલમાન ખાને કહ્યું કે લોકોની સ્વિકૃતી જ તેના માટે અંતિમ નિર્ણય છે. 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલમાં સલમાન દબંગ 3નું શૂટિંગ કરી રહ્યો છે. જેના ટાઈટલ ટ્રેકનું શૂટિંગ મધ્યપ્રદેશના મહેશ્વરમાં કરવામાં આવ્યું. આ વખતે ફિલ્મમાં વિલન તરીકે સાઉથ સુપરસ્ટાર સુદીપ જોવા મળશે. આ ફિલ્મમાં સલમાનની પત્ની તરીકે સોનાક્ષી સિન્હા જોવા મળશે અને ફિલ્મનું ડિરેક્શન રેમો ડીસૂઝા કરી રહ્યો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More