Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકાનો પતિ છે ભારે પત્નીવ્રતા, ભારતીય પતિ વિચારી પણ ન શકે એવી મુકાવી મહેંદી

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની તસવીર વાઇરલ થઈ છે

પ્રિયંકાનો પતિ છે ભારે પત્નીવ્રતા, ભારતીય પતિ વિચારી પણ ન શકે એવી મુકાવી મહેંદી

નવી દિલ્હી : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન ડિસેમ્બરની શરૂઆતમાં થયા હતા અને હજી પણ આ લગ્નની તસવીરો ધીમેધીમે જાહેર થઈ રહી છે. હાલમાં પ્રિયંકાએ આ લગ્નની ખાસ તસવીર જાહેર કરી છે. પ્રિયંકા અને નિક વચ્ચેની પ્રેમાળ કેમિસ્ટ્રી આમ તો ઉડીને આંખે વળગે છે પણ હાલમાં પ્રિયંકાએ પોસ્ટ કરેલી આ તસવીર પરથી લાગે છે કે નિક પાક્કો પત્નીવ્રતા છે. તેણે પોતાના લગ્ન દરમિયાન મહેંદીની વિધિ વખતે પોતાના હાથ પર 'ऊं प्रियंकाय नम:' લખેલી ડિઝાઇન બનાવી હતી.

fallbacks

fallbacks

પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થાય છે. આ જોડીએ હિંદુ અને કેથોલિક એમ બંને વિધિથી લગ્ન કર્યા છે. લગ્ન બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સતત ચર્ચામાં રહ્યા છે. પ્રિયંકા લગ્ન પછી પતિની સંસ્કૃતિ અને કુટુંબને સંપૂર્ણપણે અપનાવી લેવા માંગે છે. આથી જ તેણે પોતાનું નામ બદલીને પ્રિયંકા ચોપરા જોનાસ કરી નાંખ્યું છે. પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામ બદલને પ્રિયંકા ચોપરા જોનાસ કરી નાંખ્યું છે.

પ્રિયંકા ચોપડાની તમામ અપડેટ્સ જાણવા માટે કરો ક્લિક....

સમાચાર મળ્યા છે કે નિક અને પ્રિયંકા હવે લોસ એન્જલસમાં રિસેપ્શન પાર્ટી આપવાની તૈયારી કરી રહ્યા છે. આ રિસેપ્શન પાર્ટીમાં હોલિવૂડના મોટા એક્ટર્સ સામેલ થવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાની ટીમ માલેબુની આસપાસ જગ્યા શોધી રહી છે અને ટૂંક સમયમાં જ રિસેપ્શનનું વેન્યૂ નક્કી કરી દેવામાં આવશે. આ બ્લેક ટાઈ ઈવેન્ટ હશે. આ પાર્ટીમાં કેરી વોશિંગટન, ડ્વેન જોનસન અને મેગન માર્કલ જેવી હસ્તીઓ સામેલ થવાની શક્યતા છે. આ પાર્ટીમાં પ્રિયંકાના ફ્રેંડ્સ ઉપરાંત મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી નિકના ફ્રેંડ્સ પણ સામેલ થશે. પાર્ટીમાં પરણીતિ ચોપરા પણ હાજરી આપે તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા તેમજ નિક સ્વિત્ઝરલેન્ડમાં હનીમૂન માટે જશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More