Home> Entertainment
Advertisement
Prev
Next

33 વર્ષ બાદ રામાયણના એક સીનને જોઈને રડી પડ્યા વૃદ્ધ થયેલા ‘રાવણ’

80ના દાયકામાં રામાનંદ સાગરની રામાયણ (Ramayan) માં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) સમગ્ર ભારતમાં પોપ્યુલર બની ગયા છે. હવે એકવાર ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ રામાયણ જોઈને અત્યંત ભાવુક થઈ જાય છે. 

33 વર્ષ બાદ રામાયણના એક સીનને જોઈને રડી પડ્યા વૃદ્ધ થયેલા ‘રાવણ’

ઝી મીડિયા/બ્યૂરો :80ના દાયકામાં રામાનંદ સાગરની રામાયણ (Ramayan) માં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) સમગ્ર ભારતમાં પોપ્યુલર બની ગયા છે. હવે એકવાર ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ રામાયણ જોઈને અત્યંત ભાવુક થઈ જાય છે. 

fallbacks

દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ

હકીકતમાં, હાલ લોકડાઉનના દિવસોમાં એકવાર ફરીથી રામાયણનો સમય પરત આવ્યો છે. હકીકતમાં દેશ અને દુનિયામાં ફેલાયેલ કોરોના મહામારી (Covid-19) નો પ્રસાર રોકવા માટે ભારતમાં 21 દિવસોના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ લોકોએ સરકારે કહ્યું કે, તેઓ ઘરમાં તો રહેશે પરંતુ સારુ એ થશે કે જો 80ના દાયકાની સૌથી ફેમસ ટીવી સીરિયલ રામાયણ ફરીથી દૂરદર્શન (Doordarshan) પર બતાવવામાં આવે. સરકારે લોકોની વાત માની હતી અને રામાયણ, મહાભાર જેવા તમામ ફેમસ ટીવી શોએ એકવાર ફરીથી દૂરદર્શન પર વાપસી થઈ હતી. આવામાં રામાયણને દર્શકો એટલો જ પ્રેમ આવી રહ્યા છે, જેટલો 33 વર્ષ પહેલા આપ્યો હતો. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં અરવિંદ ત્રિવેદી રામાયણમાં સીતા હરણનો સીન જોઈને રડતા નજર આવી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે રાવણ સીતા માતાનું હરણ કરે છે કે, તો અરવિદ ત્રિવેદીની આંખમાં આસું હોય છે અને તેઓ પોતાના બંને હાથ જોડી લે છે. રામાયણમાં રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેઓ પોતાના હાથ જોડી રહ્યાં છે અને લોકો પાસેથી માફી માંગી રહ્યાં છે.

લોકડાઉનમાં રામાનંદ સાગરના રામાયણે ટીવી પર 33 વર્ષ બાદ વાપસી કરી છે અને પબ્લિક હજી પણ તેને પસંદ કરી રહી છે. કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે દૂરદર્શન ફરીથી પોપ્યુલર બની ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More