Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta... ના નવા દયાબેન સોશલ મીડિયા પર મચાવી રહ્યાં છે ધમાલ, પહેલીવાર સામે આવ્યો વીડિયો!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માથી દયાબહેન ગાયબ છે ત્યારે સોશિયલ મીડીયા પર એક બીજા દયા બહેન ધૂમ મચાવી રહ્યા છે. આવો અમે તમને આ નવા દયાબહેનની મુલાકાત કરાવીએ.

Taarak Mehta... ના નવા દયાબેન સોશલ મીડિયા પર મચાવી રહ્યાં છે ધમાલ, પહેલીવાર સામે આવ્યો વીડિયો!

નવી દિલ્હીઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માથી દયાબહેન ગાયબ છે ત્યારે સોશિયલ મીડીયા પર એક બીજા દયા બહેન ધૂમ મચાવી રહ્યા છે. આવો અમે તમને આ નવા દયાબહેનની મુલાકાત કરાવીએ. ટેલીવિઝન સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં દયાબહેનનો રોલ દિશા વાકાની નિભાવી રહ્યા હતા. તેમના ફેન્સ રાહ જોઈને બેઠા છે કે આ શોમાં દિશા વાકાની ફરી આવે.  શો ભલે દિશા વાકાની ફરી ના આવ્યા હોય પરંતુ ઈન્ટરનેટ પર એક દયાબહેન ખૂબ વાયરલ થઈ રહ્યા છે.  

fallbacks

દયાબહેનની કોપી કરનારી યુવતી એક કન્ટેન્ટ ક્રિયેટર છે. આ યૂટ્યૂબરનું નામ ગરિમા ગોયલ છે.  જે અલગ અલગ કન્ટેટ સાથે દર્શકોને હસાવતી જોવા મળે છે. હમણાં જ ગરિમાં 24 કલાક માટે  દયાભાભી બની ગઈ. તેને કોપી એજ પ્રમાણે સાડી પહેરી, હેરસ્ટાઇલ કરી અને આટલું જ નહીં દયાભાભીની સ્ટાઈલમાં ગરબા પણ રમી. ગરિમાંએ દયાબહેનના કેટલાક ફેમસ ડાયલોગ પણ બોલી.

'24 કલાકમાં નવી દયા ભાભી' ઈન્ટરનેટ પર હંગામો મચાવતી જોવા મળી રહી છે. ગરિમા ગોયલનો અંદાજ ફેન્સને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે. આટલું જ નહીં, કેટલાય લોકો કહી રહ્યા છે કે હવે દિશા વાકાનીની રાહ જોયા કરતા ગરિમાને જ આ રોલ આપી દેવો જોઈએ. દયાબહેનનો રોલ નિભાવાવાળી દિશા વાકાની ફરીથી આ શોમાં આવશે કે નહીં, આને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે દિશાએ 2017માં મેટરનિટી લીવ માટે શોમાંથી બ્રેક લીધો હતો. આ પછી તે શોમાં પરત નથી આવી. 'હે માં માતાજી' અને ‘ ટપ્પી કે પાપા’  જેવા ડાયલોગ અલગ જ પ્રકારે બોલીને દર્શકોનું મનોરંજન કરવાવાળી દિશાને ફેન્સ ખૂબ યાદ કરી રહ્યા છે. 

Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ

Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More