નવી દિલ્હી : બોલિવૂડનો ખેલાડી આઅક્ષયકુમાર હાલમાં પોતાની આગામી ફિલ્મ મિશન મંગલના પ્રોજેક્ટમાં સ્પષ્ટ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં અક્ષય બહુ ઉત્સાહમાં છે કારણ કે અક્ષયની ફિલ્મ પેડમેનને સામાજિક મુદ્દા પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં મિશન મંગલના પ્રમોશન દરમિયાન અક્ષયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે જેમાં તે ખુરશી પરથી નીચે પડી જાય છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિશન મંગલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મ સ્ટાર્સ એક ઈન્ટરવ્યૂમાં પહોંચ્યા હતા જ્યાં સોનાક્ષીએ અક્ષય કુમારની ખુરશીને ધક્કો મારતા તે જમીન પર પડી ગયો. સોનાક્ષીની આ હરકતને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા પરંતુ ધક્કો માર્યા બાદ જ્યારે સોનાક્ષી જોરથી હસવા લાગી તો બધાને ખબર પડી કે આ માત્ર પ્રેંક હતો. હકીકતમાં અક્ષય કુમાર ફિલ્મ વિશે જણાવી રહ્યો હતો ત્યારે જ તે હાથ ઉંચા કરીને પોતાની ખુરશીને પાછળ તરફ જુકાવે છે. આમ કરતા જોઈને સોનાક્ષી તેને જોરથી હાથ મારે છે જેથી અક્ષય કુમાર ખુરશી સાથે જમીન પર પડી જાય છે.
અક્ષયકુમારનું કહેવું છે કે તેણે 'મિશન મંગલ' તેની દીકરી નિતારા માટે કરી છે. તેનું કહેવું છે કે આ એક એવી ફિલ્મ છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે, ભારતે મંગળ ગ્રહના પ્રોજેકટને મિશન મંગળ નામ આપ્યું હતું અને આ ફિલ્મની સ્ટોરી એ સત્ય ઘટના પર આધારીત છે. 15 ઓગષ્ટનાં દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે જણાવતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે 'ફિલ્મ 'મિશન મંગલ' એક એવી ફિલ્મ છે જે લોકોને પ્રેરીત કરવાની સાથે જ મનોરંજન પણ પુરું પાડશે. આ ફિલ્મ મેં ખાસ કરીને મારી દીકરી અને તેની વયનાં બાળકો માટે કરી છે જેથી તેઓ ભારતનાં મિશન મંગળની વાસ્તવિક ઘટનાઓની સ્ટોરી વિશે માહિતગાર થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે