Home> Entertainment
Advertisement
Prev
Next

આમ્રપાલીનો Video થયો વાઇરલ, પુલમાં નિરહુઆ અને રવિ કિસન સાથે મસ્તી

આ વીડિયો 'કાશી અમરનાથ'ના શૂટિંગ વખતનો છે

આમ્રપાલીનો Video થયો વાઇરલ, પુલમાં નિરહુઆ અને રવિ કિસન સાથે મસ્તી

નવી દિલ્હી : ભોજપુરી સિનેમાની યુટ્યૂબ ક્વિન નામથી લોકપ્રિય આમ્રપાલી દુબે અવારનવાર પોતાના વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત લોકપ્રિય છે. હાલમાં ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર આમ્રપાલીનો જુનો વીડિયો વાઇરલ બન્યો છે. 

fallbacks

સની લિયોની ફસાઈ મોટા વિવાદમાં, ઉડી ગઈ છે રાતોની નિંદર

આ વીડિયો મે, 2017નો છે અને પ્રિયંકા ચોપડાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'કાશી અમરનાથ'ના શૂટિંગ દરમિયાનનો છે. આ ભોજપુરી ફિલ્મમાં દિનેશ લાલ યાદવ નિરહુઆ તેમજ રવિ કિસન એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને લોકોએ બહુ પસંદ કરી હતી. હાલમાં આ ફિલ્મ માટે એક પુરસ્કાર પણ મળ્યો છે.

આ વીડિયોને આમ્રપાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો પણ હવે આ વીડિયો ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયોમાં આમ્રપાલી કો સ્ટાર રવિ કિસન અને નિરહુઆ સાથે પુલમાં મસ્તી કરતી જોવા મળી છે. આ ફિલ્મમાં ભોજપુરી સ્ટાર રવિ કિશન, દિનેશ લાલ યાદવ નિરહુઆ, આમ્રપાલી દુબે તેમજ સપના ગિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More