નવી દિલ્હી : બોલિવૂડ ફિલ્મ 'મિકી વાઇરસ' અને 'કિસ કિસકો પ્યાર કરું' જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકેલી એક્ટ્રેસ એલી અવરામ હાલમાં ચર્ચામાં છે. તેનું ગીત 'છમ્મા છમ્મા' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. હાલમાં બોલિવૂડમાં રિમિક્સ ગીતોનો દોર ચાલી રહ્યો છે અને તેણે એક્ટ્રેસ ઉર્મિલા માતોન્ડકરના ગીતને રિક્રિએટ કર્યું છે. અરશદ વારસીની ફિલ્મ 'ફ્રોડ સઇયાં'માં 'છમ્મા છમ્મા' ગીતને ફરીથી ક્રિએટ કરવામાં આવ્યું છે.
આ ગીતનો ક્રેઝ યુવાનોમાં એટલો વધી ગયો છે કે લોકો એની નકલ કરીને ઇન્ટરનેટ પર વીડિયો નાખી રહ્યા છે. હાલમાં એક વીડિયો વાઇરલ બન્યો છે જેમાં એક છોકરી દ્વારા કરાયેલા ડાન્સને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષે 28 ડિસેમ્બરે યુ ટ્યૂબ પર Kanishka Talent Hub દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે આ વીડિયોને અત્યાર સુધી 1,226,074 લોકોએ જોયો છે.
ન્યૂયોર્કની ઠંડીમાં રણબીર અને આલિયાને એકબીજાની હુંફ !
હાલમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાવા ઇચ્છે છે. આ માધ્યમથી દેશનું યુવાધન પોતાની ટેલેન્ટ દુનિયા સામે રાખી રહ્યું છે. આ લોકો માટે સોશિયલ મીડિયા વરદાન સાબિત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે