Home> Entertainment
Advertisement
Prev
Next

Video: વિક્કી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ અને વરૂણ ધવનની જામી જોડી અને પછી...

17 એપ્રિલે મલ્ટિસ્ટારર ફિલ્મ કલંક રિલીઝ થવાની છે અને તેના ગીતો લોકોને પસંદ પડ્યા છે. આ ફિલ્મનું ફર્સ્ટ ક્લાસ ગીત લોકોને બહુ પસંદ છે. ફિલ્મમાં આ ગીતમાં વરૂણ ધવન તેમજ કિયારા અડવાણી જોવા મળી રહ્યા છે. 

Video: વિક્કી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ અને વરૂણ ધવનની જામી જોડી અને પછી...

નવી દિલ્હી : 17 એપ્રિલે મલ્ટિસ્ટારર ફિલ્મ કલંક રિલીઝ થવાની છે અને તેના ગીતો લોકોને પસંદ પડ્યા છે. આ ફિલ્મનું ફર્સ્ટ ક્લાસ ગીત લોકોને બહુ પસંદ છે. ફિલ્મમાં આ ગીતમાં વરૂણ ધવન તેમજ કિયારા અડવાણી જોવા મળી રહ્યા છે. હાલમાં વરૂણનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વિક્કી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ હરલીન સેઠી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો છે.

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Ab #firstclass ya distinction yeh toh aap hi bataoge 💁🏻 With @melvinlouis and apna hero no.1 @varundvn #kalank

A post shared by Harleen Sethi (@itsharleensethi) on

ચર્ચા પ્રમાણે એક્ટર વિક્કી કૌશલ અને તેની કથિત ગર્લફ્રેન્ડ હરલીન સેઠીનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતને ટેકો આપતા પુરાવા પણ સોશિયલ મીડિયા મારફતે મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિક્કી અને હરલીન સાથે હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને પછી તેમનું બ્રેકઅપ પણ ચર્ચાસ્પદ બન્યું હતું.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

..The 'Hook Step' With #firstclass boys 👌🏼@melvinlouis @varundvn

A post shared by Harleen Sethi (@itsharleensethi) on

કલંકનું નિર્માણ કરણ જોહર અને સાજિદ નડીયાદવાળા કરી રહ્યા છે. ફિલ્મમાં વરૂણ ધવન 'જફર', આદિત્ય રોય કપૂર 'દેવ ચૌધરી', સંજય દત્ત 'બલરાજ ચૌધરી'ના પાત્રોમાં જોવા મળશે. તો બીજી તરફ આલિયા ભટ્ટ 'રૂપ', સોનાક્ષી સિન્હા 'સત્યા' અને માધુરી દીક્ષિત 'બહાર બેગમ'ના પાત્રમાં જોવા મળશે. 

કલંક 1940થી માંડીને 1950ના દૌર પર બનાવવામાં આવી છે. આ કહાણી ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત વર્ષો બાદ એકસાથે જોવા મળશે. આ બંને જોડી 80ના દાયદામાં સુપરહિટ ગણવામાં આવતી હતી પરંતુ ત્યારબાદ બંનેએ વર્ષો સુધી સાથે કામ કર્યું નથી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More