નવી દિલ્હી : સુપરસ્ટાર આમિર ખનની દીકરી ઇરા ખાન લાઇમલાઇટથી દુર રહેવાનું પસંદ કરે છે પણ આમ છતાં સોશિયલ મીડિયામાં તેના લાખો ફોલોઅર્સ છે. ઇરા ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીર અને વીડિયો શેયર કરે છે. ઇરાએ રવિવારે એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે પિતા આમિર ખાન સાથે મસ્તી કરતી નજરે ચડે છે. આ વીડિયોમાં આમિર ગ્રાઉન્ડ પર સુતેલો છે અને ઇરા તેને ગલીપચી કરી રહી છે. આ વીડિયોમાં આમિર જોરજોરથી હસતો સંભળાય છે.
હાલમાં આમિર ખાનની દીકરી પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. ઇરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકિનીમાં તસવીરો શેયર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઇરા બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો એક્ટર હોય પણ તેની દીકરીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે.
ફાઇનલ : આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લેશે શાહરૂખનો દીકરો આર્યન !
ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે અને હાલ તે અભ્યાસ કરી રહી છે. કરણ જોહરના ચેટ શોમાં આમિરને દીકરીના કરિયર અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું, ઈરા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવવા માગે છે અને ડિરેક્શનમાં તેની રૂચિ છે. સામાન્ય રીતે ઈરા મીડિયાથી દૂર ભાગે છે પરંતુ આજકાલ તે ચર્ચામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે