Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્ન પછી જાહેરમાં પ્રિયંકાએ કર્યો મારકણો ડાન્સ, Video વાઇરલ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન હાલમાં ચર્ચામાં છે

લગ્ન પછી જાહેરમાં પ્રિયંકાએ કર્યો મારકણો ડાન્સ, Video વાઇરલ

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની ચર્ચા દિવસો સુધી મીડિયામાં રહી છે. હાલમાં પ્રિયંકાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે પ્રિયંકાએ લગ્ન પછી પહેલીવાર સ્ટેજ પર ડાન્સ પર્ફોમન્સ આપ્યું છે. 

fallbacks

હકીકતમાં પ્રિયંકાએ હાલમાં આદિત્યા બિરલા અવોર્ડમાં પફોર્મ કર્યું હતું. આ ઇવેન્ટમાં પીસીએ લાલ રંગનો શાઇનિંગ ડ્રેસ પસંદ કર્યો હતો. પ્રિયંકાએ આ ફંક્શનમાં પોતાના ગીતો પર ડાન્સ કર્યો જેમાં પિંગા, તૂને મારી એન્ટ્રી, દેસી ગર્લ અને રામ ચાહે લીલા જેવા હિટ ગીતોનો સમાવેશ થાય છે. 

એક કલાકાર જેના મોત પર સલમાન પણ રોઈરોઈને થઈ ગયો હતો અધમુઓ

વેડિંગ સેલિબ્રેશમન પછી નિક જોનાસ ન્યૂ યોર્ક રવાના થઈ ગયો છે પણ પ્રિયંકાઅને નિક 20 ડિસેમ્બરે મુંબઈની હોટલ ધ બોલરૂમ તાજ લેન્ડમાં પોતાના લગ્નનું રિલેપ્શન આપવાના છે. આ રિસેપ્શનમાં અનેક સેલિબ્રિટીઓ હાજરી આપવાની છે. મિડ-ડેના રિપોર્ટ પ્રમાણે પીસીના મિત્રોએ માહિતી આપી છે કે આ દંપતિ 28 ડિસેમ્બરથી એક અઠવાડિયાના લાંબા વેકેશન પર હનીમૂન ગાળવા જઈ રહ્યું છે.  આ વેકેશનમાં તેઓ Montreux ખાતે રોકાશે અને અહીં જ તેઓ નવા વર્ષનું સેલિબ્રેશન કરશે. આ રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા હનીમૂન પર જતા પહેલાં પોતાના તમામ એસાઇનમેન્ટ આટોપી લેવા માગે છે. હાલમાં તેણે 'કોફી વિથ કરણ'નું શૂટિંગ કર્યું હતું. આ પછી તે 'સ્કાય ઇઝ પિંક'ના શેડ્યુલમાં ભાગ લેશે.  આ સિવાય તે પોતાની બંગાળી ફિલ્મ 'નલિની'ના પ્રી પ્રોડક્શન પર નજર રાખી રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More