નવી દિલ્હી : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એકબીજાના પ્રેમમાં ગળાડુબ છે. લગ્ન પછી તેમના આ પ્રેમમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. બોલિવૂડના આ પાવરકપલનો એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. હાલમાં આ જોડી ડિનર ડેટ પર નીકળી હતી ત્યારે રણવીરની એક હરકતે લોકોના દિલ જીતી લીધા હતા.
મુંબઈના સોહો હાઉસમાંથી ડિનર કરીને બહાર નીકળેલા રણવીર અને દીપિકા ફોટોગ્રાફર્સને તસવીરો આપી રહ્યા હતા ત્યારે રણવીરે જોયું કે દીપિકાના જિન્સમાં કચરો લાગેલો છે. રણવીરે મીડિયાની સામે જ દીપિકાનું જિન્સ સાફ કર્યું અને પછી કિસ કરી. રણવીર અને દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયાં વાઇરલ બન્યો છે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઇટાલીના લેક કોમો ખાતે રણવીર અને દીપિકાએ કોંકણી તેમજ સિંધી રિવાજથી લગ્ન કર્યા હતા. આ પછી મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
એકતા કપૂરે પાડ્યું દીકરાનું નામ, ઇમોશનલ સંદેશ સાથે કર્યું જાહેર
બોલિવૂડનું ન્યૂલી વેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના લગ્ન બાદ પણ ચર્ચામાં છે. આ વખતે તેઓ તેમના લગ્નના કારણે નહીં પરંતુ આવકના કારણે ચર્ચામાં છે. ફોર્બ્સ ઈન્ડિયા 2018ના સૌથી ધનિક સેલિબ્રિટીઝના લિસ્ટમાં પ્રથમ વખત ટોપ 5માં કોઈ એક્ટ્રેસને સ્થાન મળ્યું છે. દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. દીપિકાનો પતિ અને એક્ટર રણવીર સિંહ પણ આ લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2018માં દીપિકા પાદુકોણની કુલ કમાણી 112.8 કરોડ રૂપિયા છે. આ લિસ્ટરમાં રણવીર સિંહ આઠમાં નંબર પર છે. રણવીરે 2018માં 84.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે