Home> Entertainment
Advertisement
Prev
Next

VIRAL VIDEO : વિચારી પણ ન શકો એવા 'લવ ઓફ લાઇફ' સાથે સલમાને ગાળ્યો અંગત સમય 

સલમાન ખાન પોતાની ફિલ્મ 'ભારત'ના શૂટિંગ માટે માલટામાં છે 

VIRAL VIDEO : વિચારી પણ ન શકો એવા 'લવ ઓફ લાઇફ' સાથે સલમાને ગાળ્યો અંગત સમય 

નવી દિલ્હી : સલમાન ખાન પોતાની પોતાની આગામી ફિલ્મ 'ભારત'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને હાલમાં તે પોતાની ટીમ સાથે માલટામાં છે. આ વખતે તેમની ટીમ સાથે એક ખાસ વ્યક્તિ છે જેની સાથે સલમાન તેનો અંગત સમય ગાળી રહ્યો છે. આ ખાસ વ્યક્તિ નથી કેટરિના કૈફ કે નથી કહેવાતી ગર્લફ્રેન્ડ લુલિયા વેંતૂર. આ વખતે સલમાન પોતાની સાથે પોતાની માતા સલમા ખાનને લઈ ગયો છે. 

fallbacks
 

With the love of my life .

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલમાં મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે સલમાન ફુરસતના સમયે પોતાના માતા સાથે ફરવાની મજા માણતા જોવા મળ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેયર કરી છે. આ ફોટો સાથે લખ્યું છે “With the love of my life.” સલમાને લાંબા સમય પછી પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી આવી અંગત તસવીર શેયર કરી છે. 

 

Exploring #malta ..

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ફિલ્મ 'ભારત'ના મુંબઈ શેડ્યુલના શૂટિંગ પછી હવે સલમાને માલટામાં એનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે અને એમાં કેટરિના કૈફ, દિશા પટણી, તબ્બુ અને નોરા ફતેહી લીડ રોલમાં છે. આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માઇ ફાધર'ની હિન્દી રિમેક છે.  આ ફિલ્મમાં 1950થી માંડીને 2014 સુધીના સમયગાળાને દર્શાવવામાં આવ્યો છે. 'ભારત' ઇદ 2019માં રિલીઝ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More