Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : સારાનો પર્સનલ વીડિયો વાયરલ, લોકો ધડાધડ કરી રહ્યા છે ક્લિક

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન (sara ali khan) બોલિવુડમાં એન્ટ્રી લઈ ચૂકી છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ હતી. ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. 

VIDEO : સારાનો પર્સનલ વીડિયો વાયરલ, લોકો ધડાધડ કરી રહ્યા છે ક્લિક

મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન (sara ali khan) બોલિવૂડમાં એન્ટ્રી લઈ ચૂકી છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ હતી. ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. બાદમાં સારા ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે દેખાઈ હતી. બે ફિલ્મોથી જ સારાએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હાલમાં સારાનો 6 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

બોલિવૂડમાં આવતા પહેલા સારા કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. સાથે જ સ્કૂલનું શિક્ષણ તેણે ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. સારાનો વીડિયો સામે આવ્યો છે તે ગ્રેજ્યુએશન ડેનો છે. સારાનો ઉત્સાહ વધારવા તેના મમ્મી-પપ્પા પણ પહોંચ્યા હતા. સારાનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ભૂતકાળમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કેટલાક સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે સારા અલી ખાનની મમ્મી અમૃતા સિંહને આ રિલેશનશિપને લઈને વાંધો હતો. સારા તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે. સુશાંત અને સારામાંથી કોઈએ પણ પબ્લિકમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નહોતો. ‘કેદારનાથ’ની આ જોડી વચ્ચે બ્રેકઅપ થયું હોવાના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે સુશાંતે સારાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી. કેટલાક રિપોર્ટ પ્રમાણે સારા સુશાંતને લઈને ખૂબ પસેઝિવ રહેવા લાગી હતી. આ કારણે બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો અને એટલે જ તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

બોલિવૂડના સમચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More