Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: વિરાટ-અનુષ્કા હશે Myntraના નવા બ્રાન્ડએમ્બેસેડર, શૂટ કરી એડ ફિલ્મ

આ કપલ વિરુષ્કા (Virushka)ના નામથી જાણીતું છે અને આ પહેલા ડે એન્ડ શોલ્ડર્સ અને માન્યવરમાં સાથે જોવા મળી ચુક્યા છે. 
 

VIDEO: વિરાટ-અનુષ્કા હશે Myntraના નવા બ્રાન્ડએમ્બેસેડર, શૂટ કરી એડ ફિલ્મ

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ (Flipkart)ની કંપની મિંત્રા (Myntra)એ સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને પોતાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી લીધા છે. તેના પ્રચારની એક એડ ફિલ્મ શૂટ કરી જેમાં આ કપલ સાથે જોવા મળશે. આ એક 'ગો મિંત્રા લા લા' (Myntra Go La-La) નામ પર કેમ્પેઇન થશે જેમાં તે ખુશીથી શોપિંગ કરતા જોવા મળશે. 

fallbacks

મિંત્રાના હેડ અમર નાગરમે કહ્યું કે, બોલીવુડ અને રમતનો ફેશનની સાથે સંબંધ કોઈને જણાવવાની જરૂર નથી. આ અભિયાનની સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જોડાવાથી અમારી બ્રાન્ડની સાથે લોકોનો મજબૂત સંબંધ બનશે અને લોકો મિંત્રા પર ખુશીથી શોપિંગ કરશે. 

આ જાહેરાતની શરૂઆતમાં અનુષ્કા શર્મા એક શોપિંગ કોર્ટની સાથે જોવા મળે છે અને વિરાટ કોહલી બેઠો હોય છે. તેનાથી આગળ વધતા અનુષ્કા સ્ટાઇલથી ફેશન બિલબોર્ડની તરફ જાય છે અને પોતાના ફોનમાં એક ડ્રેસને સ્કેન કરતી જોવા મળશે. તમે પણ જુઓ વીડિયો... 

આ એડ ફિલ્મમાં એડિટરે અનુષ્કા પર અને તેના નવાડ ડ્રેસ પર શરૂઆતી ધ્યાન આપ્યું છે. ત્યારબાદ વિરાટ કોહલી પોતાના માટે એપ પર થોડા જૂતા સર્ચ કરતો જોવા મળ છે. અંતમાં બંન્ને શોપિંગ કાર્ડની સાથે મસ્તી કરતા જોવા મળે છે. 

મહત્વનું છે કે આ કપલ વિરુષ્કા (Virushka)ના નામથી જાણીતું છે અને આ પહેલા ડે એન્ડ શોલ્ડર્સ અને માન્યવરમાં સાથે જોવા મળી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More