Home> Entertainment
Advertisement
Prev
Next

Anushka Sharma એ Pregnancy માં કર્યું શીર્ષાસન, વિરાટ કોહલીએ આ રીતે કરી મદદ

વિરાટ કોહલી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. એડિલેડ ટેસ્ટ બાદ આ મહિને તે સ્વદેશ પાછા ફરશે કારણ કે તેની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરી 2021માં પહેલા સંતાનને જન્મ આપવાની છે. 

Anushka Sharma એ Pregnancy માં કર્યું શીર્ષાસન, વિરાટ કોહલીએ આ રીતે કરી મદદ

નવી દિલ્હી: વિરાટ કોહલી (Virat Kohli) હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. એડિલેડ ટેસ્ટ બાદ આ મહિને તે સ્વદેશ પાછા ફરશે કારણ કે તેની પત્ની અનુષ્કા શર્મા (anushka sharma )જાન્યુઆરી 2021માં પહેલા સંતાનને જન્મ આપવાની છે. 

fallbacks

ભલે વિરાટ હાલ પત્નીથી દૂર છે પરંતુ અનુષ્કા શર્મા સતત તેને યાદ કરી રહી છે. મંગળવારે બોલીવુડ અભિનેત્રીએ તે ખુશનુમા પળોને યાદ કરી જે તેણે પતિ સાથે વીતાવી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ગર્ભાવસ્થા દરમિયાન શીર્ષાસન કરી રહી છે અને વિરાટ કોહલી તેના પગ પકડીને તેને સહારો આપે છે. 

એક PHOTO શેર કરીને અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો

અનુષ્કાએ લખ્યું કે આ હેન્ડ્સ ડાઉન અને લેગ્સ અપ એક્સસાઈઝ છે. યોગ મારા જીવનનો મોટો હિસ્સો છે. મારા ડોક્ટરે મને કહ્યું કે હું એવા બધા આસન કરી શકું છું જેમાં બહુ વધુ ટ્વિસ્ટ કરવાનું ન હોય કે આગળ ઝૂકવાનું ન હોય. પરંતુ સ્પષ્ટ રીતે સટીક અને જરૂરી સપોર્ટ સાથે. શીર્ષાસન માટે, જે હું કેટલાય વર્ષોથી કરું છું. 

અનુષ્કાએ વધુમાં લખ્યું કે મે એ વાતની તસલ્લી કરી લીધી છે કે દીવાલને સહારા તરીકે ઉપયોગમાં લઉ અને મારા ખુબ સક્ષમ પતિ મને બેલેન્સ બનાવવામાં મદદ કરે. જેથી કરીને વધુ સુરક્ષા મળે. આ મે મારા યોગ ગુરુ ઈફા શ્રોફના સંરક્ષણમાં કર્યું જે સેશન દરમિયાન વર્ચ્યુલ રીતે મારી સાથે હતી. મને ખુબ ખુશી છે કે હું પ્રેગનન્સી દરમિયાન પણ મારી પ્રેક્ટિસ ચાલુ રાખી શકી છું. 

Oscar 2021 માં Jallikattu બાદ ભારતની વધુ એક એન્ટ્રી, શોર્ટ ફિલ્મ કેટેગરીમાં થયું નોમિનેશન

અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પ્રેગનન્સીની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. બંનેએ જણાવ્યું હતું કે તેઓ આગામી વર્ષની શરૂઆતમાં 2માથી 3 થવા જઈ રહ્યા છે. આ જ કારણ છે કે વિરાટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની છેલ્લી 3 ટેસ્ટ રમી શકશે નહીં. બીસીસીઆઈએ તેને પેટરનિટી લીવ આપી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More