Home> Entertainment
Advertisement
Prev
Next

જુઓ, 'ડ્રીમ ગર્લ'નું નવુ રોમેન્ટિક ગીત 'ઇક મુલાકાત'

ગીતના વીડિયોમાં આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા ખુબ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મના ડાન્સ વાળા ગીત બાદ હવે આ સુરીલા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે જે તમને જરૂર પસંદ આવશે. 

જુઓ, 'ડ્રીમ ગર્લ'નું નવુ રોમેન્ટિક ગીત 'ઇક મુલાકાત'

નવી દિલ્હીઃ નેશનલ એવોર્ડ જીતી ચુકેલા અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીત પહેલા રિલીઝ થઈ ગયા છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. હવે ફિલ્મનું વધુ એક રોમેન્ટિક ગીત 'ઇક મુલાકાત' રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 

fallbacks

ગીતના વીડિયોમાં આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા ખુબ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મના ડાન્સ વાળા ગીત બાદ હવે આ સુરીલા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે જે તમને જરૂર પસંદ આવશે. ગીતને અલ્તમશ ફરીદી અને પલક મુચ્છલે પોતાનો અવાજ આપ્યો છે. ગીતને લખ્યું છે શબ્બીર અહમદ જ્યારે મીત બ્રધર્સે તેનું મ્યૂઝિક આપ્યું છે. 

મહત્વનું છે કે આ પહેલા ફિલ્મના 'ધગાલા લાગલી', 'દિલ દા ટેલિફોન' અને 'રાધે-રાધે' ગીત રિલીઝ થઈ ચુક્યા છે, જેને ખુબ પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં આયુષ્માન અને નુસરત સિવાય અન્નૂ કપૂર, વિજય પાજ, અભિષેક બેનર્જી, મનજોત સિંહ, નિધિ બિષ્ટ, રાજેશ શર્મા, રાજ ભંસાલી જેવા કલાકાર પણ મહત્વ પૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. 

ફિલ્મનું દિગ્દર્શન રાજ શાંડિલ્સએ કર્યું છે અને આ તેમની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મને એકતા કપૂર અને આશીષ સિંહે પ્રોડ્યૂસ કરી છે અને આ 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More