Home> Entertainment
Advertisement
Prev
Next

Shah Rukh Khan: જુઓ શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું પ્રીવ્યૂ, કિંગ ખાને ઈંસ્ટા પર શેર કરી પોસ્ટ

Shah Rukh Khan: જવાન ફિલ્મનું પ્રીવ્યૂ જોયા બાદ ચાહકોમાં ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. હવે લોકો નજર ફિલ્મ રિલીઝ પર મંડાયેલી છે. શાહરુખ ખાને એક દિવસ અગાઉ જાહેર કર્યું હતું કે જવાન ફિલ્મનું પ્રીવ્યૂ 10 જુલાઈએ જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Shah Rukh Khan: જુઓ શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું પ્રીવ્યૂ, કિંગ ખાને ઈંસ્ટા પર શેર કરી પોસ્ટ

Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન બાદ લોકોમાં હવે જવાન ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે. શાહરુખ ખાનની મચઅવેટેડ ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ આજે લોન્ચ કરવામાં આવ્યું છે. શાહરુખ ખાને જવાન ફિલ્મનું પ્રીવ્યૂ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યું છે. વીડિયો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. 

fallbacks

જવાન ફિલ્મ શાહરૂખ ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. ફિલ્મના પ્રીવ્યૂમાં શાહરુખ ખાન પટ્ટીઓમાં લપેટાયેલ અને લોહીથી લથબથ જોવા મળે છે. ફિલ્મમાં તેની એક્ટિંગ, ડાયલોગ્સ અને એક્શનની જબરદસ્ત દેખાય છે. પ્રિવ્યૂમાં માત્ર શાહરૂખ ખાન જ નહીં વિજય સેતુપતિ, નયનથારા તેમજ દીપિકા પાદુકોણનો એક્શન અવતાર પણ જોવા મળી રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

 

પ્રિવ્યૂના અંતે શાહરૂખનો અલગ જ અવતાર જોવા મળે છે. શાહરૂખ ખાન જ્યારે છેલ્લે પટ્ટીઓ ઉતારે છો તે વાળ વિનાના દેખાય છે. શાહરુખ ખાનના આ અવતારને જોઈ ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. 

જવાન ફિલ્મનું પ્રીવ્યૂ જોયા બાદ ચાહકોમાં ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. હવે લોકો નજર ફિલ્મ રિલીઝ પર મંડાયેલી છે. શાહરુખ ખાને એક દિવસ અગાઉ જાહેર કર્યું હતું કે જવાન ફિલ્મનું પ્રીવ્યૂ 10 જુલાઈએ જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More