Home> Entertainment
Advertisement
Prev
Next

ભૂક્કા બોલાવી દે તેવું છે ‘સાંડ કી આંખ’નું ટ્રેલર, જેમાં જુવાન તાપસી અને ભૂમિ વૃદ્ઘ મહિલા બની છે

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) અને ભૂમિ પેંડણેકર (Bhumi Pednekar) સ્ટારર ફિલ્મ સાંડ કી આંખ (Saand Ki Aankh)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર બહુ જ દમદાર છે. ટ્રેલરમાં તાપસી અને ભૂમિનો અભિનય લોકોને બહુ જ પસંદ આવશે. આ ફિલ્મમાં અનેક દમદાર ડાયલોગ્સ સાંભળવા મળી રહ્યાં છે. કેટલાક હાસ્યાસ્પદ છે, તો કેટલાક ઈમોશનલ કરી દે તેવા છે. હકીકતમાં આ ફિલ્મ બે ઉંમરલાયક શાર્પશૂટર (Sharp shooters) મહિલાઓની કહાની છે, જે જોહરી ગામની રહેવાસી છે. આ બે શૂટર મહિલાઓ એટલે કે પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના પાત્રમાં તાપસી અને ભૂમિ જોવા મળશે.

ભૂક્કા બોલાવી દે તેવું છે ‘સાંડ કી આંખ’નું ટ્રેલર, જેમાં જુવાન તાપસી અને ભૂમિ વૃદ્ઘ મહિલા બની છે

નવી દિલ્હી :બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) અને ભૂમિ પેંડણેકર (Bhumi Pednekar) સ્ટારર ફિલ્મ સાંડ કી આંખ (Saand Ki Aankh)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર બહુ જ દમદાર છે. ટ્રેલરમાં તાપસી અને ભૂમિનો અભિનય લોકોને બહુ જ પસંદ આવશે. આ ફિલ્મમાં અનેક દમદાર ડાયલોગ્સ સાંભળવા મળી રહ્યાં છે. કેટલાક હાસ્યાસ્પદ છે, તો કેટલાક ઈમોશનલ કરી દે તેવા છે. હકીકતમાં આ ફિલ્મ બે ઉંમરલાયક શાર્પશૂટર (Sharp shooters) મહિલાઓની કહાની છે, જે જોહરી ગામની રહેવાસી છે. આ બે શૂટર મહિલાઓ એટલે કે પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના પાત્રમાં તાપસી અને ભૂમિ જોવા મળશે.

fallbacks

fallbacks

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. અનુરાગ કશ્યપની ફિલ્મ સાંડ કી આંખમાં તાપસી પન્નુ અને ભૂમિ પેંડનેકર ઉપરાંત મુક્કાબાજ ફેમ વિનીત સિંહ પણ જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ ઝા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. તાપસી પન્નુ અને ભૂમિ પેંડનેકરની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે. જુઓ ટ્રેલર....

ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી ઉંમરલાયક મહિલા શાર્પ શૂટર તરીકે ચંદ્રો દાદી પ્રખ્યાત છે, જેમની ઉંમર 87 વર્ષ છે. જે આજે પણ પોતાની પથારી પાસે શુટિંગ ગન રાખીને સૂઈ જાય છે. બંને પગમાં ફ્રેક્ચર અન ઓપરેશન કરેલું હોવા છતાં પૂરતી તલ્લીનતા અને જોશની સાથે પોતાની ફિલ્મ અને શુટિંગ ખેલને પ્રમોટ કરવાનું ચૂકતા નથી. 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More