નવી દિલ્હીઃ સૈફ અલી ખાનની જે વેબ સિરીઝની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે આખરે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સત્તાની લાલચમાં રચવામાં આવેલી રાજનીતિનું જોર જોઈ શકાય છે. આ સાથે ટ્રેલરમાં સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયાની દમદાર ભૂમિકાની ઝલક રજૂ કરવામાં આવી છે.
તાંડવના ટ્રેલરને સમજો તો તેમાં પ્રધાનમંત્રીની ખુરશી માટે સંઘર્ષ જોવા મળે છે. સત્તામાં બેઠેલા દરેક વ્યક્તિની નજર પ્રધાનમંત્રી પદ પર છે અને તેને મેળવવા માટે તે ગમે તે હદ સુધી જઈ શકે છે તે સિરીઝ આવ્યા બાદ જોવા મળશે. સિરીઝમાં સૈફ અલી ખાન સમર પ્રતાપ સિંહની ભૂમિકામાં છે જે પ્રધાનમંત્રી બનવાની આશા રાખે છે. તો ડિમ્પલ કાપડિયાની પણ મજબૂત ભૂમિકા ટ્રેલરમાં જોવા મળી રહી છે.
સિરીઝમાં છે આ સ્ટાર્સ
એમેઝોન પ્રાઇમની આ વેબ સિરીઝમાં સૈફ અને ડિમ્પલ સિવાય સુનીલ ગ્રોવર, અયૂબ ખાન, તિગ્માંશૂ ધુલિયા, કુમુદ મિશ્રા, સારા જેન ડિયાસ, ડિનો મૌર્યા, ગૌહર ખાન, અનૂપ સોની, કૃતિકા કામરા, હિતેન તેજવાની, અમાયરા દસ્તૂર પણ જોવા મળશે. તાંડવ વેબ સિરીઝ 15 જાન્યુઆરીએ એમેઝોન પર રિલીઝ થવાની છે. નવા વર્ષમાં સૈફના ચાહકો માટે આ ખાસ ભેટ હશે.
ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાનના તાંડવને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે. સૈફે પાછલા ઓટીટી પરફોર્મેન્સથી દર્શકોનું દિલ જીત્યું હતું. આ કારણે તેની વેબ સિરીઝ તાંડવ માટે પણ ફેન્સ ખુબ ઉત્સુક છે. હવે ટ્રેલર આવ્યા બાદ લોકોના રિએક્શન આવવાના શરૂ થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે