નવી દિલ્હી : હોલિવૂડ એક્ટર, કોમેડિયન, પ્રોડ્યુસર અને ગીતકાર વિલ સ્મિથ હાલમાં બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર પાસેથી ભાંગડાની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. શનિવારે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા વિલે ફિલ્મમેકર ફરહાન અખ્તર સાથે વાતચીત કરીને જણાવ્યું છે કે તે બોલિવૂડની ટોચની હિરોઇન સાથે કામ કરવા માગે છે.
વિલ સ્મિથ હિંદુસ્તાન ટાઇમ્સના લીડરશિપ શિખર સંમેલનનો હિસ્સો બન્યો હતો. આ પ્રસંગે વિલ સ્મિથે કહ્યું હતું કે તેની બહુ જુની ઇચ્છા બોલિવૂડની ફિલ્મમાં ભાંગડા ડાન્સ કરવાની છે. કાર્યક્રમમાં વિલની આ ઇચ્છા પુરી કરવામાં આવી અને તેને ડાન્સ કરવાની તક આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિલે જણાવ્યું હતું કે બોલિવૂડની ટોચની એક્ટ્રેસ અને સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે એક ફિલ્મ કરવાની તેની વિશ છે. તેણે કહ્યું કે ઘણા વર્ષો પહેલાં તેને એક ઓફર મળી હતી પણ કામની વ્યસ્તતાને કારણે હું આ ઓફર સ્વીકારી શક્યો નહોતો. આશા છે કે હું બહુ જલ્દી તેની સાથે કામ કરી શકીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે