Home> Entertainment
Advertisement
Prev
Next

2023માં પંચાયત-3થી લઈને હીરા મંડી સુધી, આ વેબ સીરીઝની લોકો જોઈ રહ્યા છે રાહ

Web Series in 2023: વર્ષ 2023માં પંચાયત 3થી લઈને હીરા મંડી સુધી, ઘણી બધી મોટી વેબ સીરીઝ રિલીઝ થવા જઈ રહી છે. આ નવી વેબ સીરીઝ સાથે કેટલાક બોલીવૂડ સેલેબ્સ પણ ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

2023માં પંચાયત-3થી લઈને હીરા મંડી સુધી, આ વેબ સીરીઝની લોકો જોઈ રહ્યા છે રાહ

Web Series in 2023: વર્ષ 2022 ઓટીટી પ્લેટફોર્મ્સ માટે સારું રહ્યું છે, હવે રાલ છે તો વર્ષ 2023માં રિલીઝ થનારી વેબ સીરીઝની. નવું વર્ષ અનેક નવી સ્ટોરી લઈને આવી રહ્યું છે. તેવામાં દર્શકો પોતાના ફેવરીટ કેરેક્ટર્સ અને એક્ટર્સની વેબ સીરીઝની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. આવો જાણીએ 2023માં કઈ-કઈ વેબ સીરીઝ રિલીઝ થશે.

fallbacks

ફેમિલી મેન 3: મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ ફેમિલી મેન 3માં મનોજ બાજપયીનો અભિનય જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર આ સીરીઝનું શૂટિંગ વર્ષ 2023માં શરૂ થશે. આ ભાગમાં કોરોના મહામારીનો કોનસેપ્ટ લેવામાં આવશે.

મિર્ઝાપુર 3: કાલીન ભૈયા અને ગુડ્ડુની કહાની ફરીએક વખત નવા મસાલા સાથે જલ્દીથી દર્શકો માટે રિલીઝ થશે. અહેવાલો મુજબ મિર્ઝાપુર 3નું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યુ છે અને હવે ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના સ્ટેજ પર છે.

યે કાલી કાલી આંખેઃ શ્વેતા ત્રિપાઠી, આંચલ સિંહ અને તાહિર રાજ ભસીનના વેબ સીરીઝ કાલી કાલી આંખેની બીજી સીઝનનો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો જાણવા માગે છે કે તાહિરનો કિરદાર પોતાની પત્નીને મારવામાં કામયાબ થાય છે કે નહીં કે પછી કોઈ નવો ટ્વિસ્ટ આવે છે.

પંચાયત સીઝન 3: પંચાયત સીઝન 3માં વિનોદનું કેરેક્ટર સોશિયલ મીડિયા પર સંપૂર્ણ વર્ષ દરમિયાન વખણાયું છે. ત્યારે, સીઝન 2માં રિંકી અને સચિવની લવસ્ટોરીનો રંગ ચઢતો જોવા મળે છે. પણ સચિવનું ટ્રાન્સફર થાય છે, તેવામાં હવે આ લવસ્ટોરીમાં શું થશે તે તો સીઝન 3માં જ જોવા મળશે.

 

હીરા મંડીઃ સંજય લીલા ભણસાલી પોતાની વેબ સીરીઝ હીરા મંડીથી ઓટીટીમાં પોતાની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. રિપોર્ટસ મુજબ હીરા મંડી તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

ઈન્ડિયન પોલીસ ફોર્સઃ સિદ્ધાર્થ મલ્હોત્રા વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ વેબ સીરીઝમાં તે એક નીડર પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

ફરઝીઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર પણ વેબ સિરીઝ ફરઝીથી OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ફરજી કી વર્ષ 2023માં રિલીઝ થવા જઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More