Home> Entertainment
Advertisement
Prev
Next

Throwback Bollywood: તે રાત્રે તબુ સાથે શું થયું હતું? જ્યારે દારૂના નશામાં જૈકી શ્રોફે કરી દીધી હતી હદ પાર....

Tabu Jackie Shroff Kissa: આજે અમે તમને દિગ્ગજ એક્ટર જૈકી શ્રોફ અને તબુનો એક ચોંકાવનારો કિસ્સો જણાવી રહ્યાં છીએ. જ્યારે અભિનેતાએ તબુ સાથે છેડછાડ કરી હતી. તમે પણ જાણો શું હતો આ મામલો...

Throwback Bollywood: તે રાત્રે તબુ સાથે શું થયું હતું? જ્યારે દારૂના નશામાં જૈકી શ્રોફે કરી દીધી હતી હદ પાર....

Tabu Jackie Shroff Controversy: તબુ (Tabu) ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે. જે દરેક પાત્રમાં પોતાની એક્ટિંગથી જીવ રેડી દે છે. પરંતુ આજે અમે તમને અભિેત્રીના જીવનનો દર્દનાક કિસ્સો જણાવી રહ્યાં છીએ. જેનો શિકાર તે ફિલ્મોમાં આવતા પહેલા થઈ હતી. 

fallbacks

હકીકતમાં એકવાર તબુ પોતાની બહેન અને જાણીતી અભિનેત્રી ફરાહ નાઝની સાથે એક્ટર ડૈનીના ઘરે પાર્ટીમાં ગઈ હતી. જ્યાં હાજર જૈકી શ્રોફ (Jackie Shroff)એ નશાની હાલતમાં તેની સાથે એવી હરકત કરી દીધી હતી. જેની કલ્પના કોઈએ નહીં કરી હોય.

જૈકી શ્રોફે કરી હતી તબુને કિસ કરવાનો પ્રયાસ
હકીકતમાં આ ઘટના વર્ષ 1986ની છે. જ્યારે જૈકી શ્રોફ ફરાહ નાઝની સાથે ફિલ્મ દિલજલેમાં કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન હંમેશા તેના કોસ્ટાર ડૈનીના ઘરમાં આ બધા મળીને પાર્ટી કરતા હતા. જ્યારે એક રાત્રે ફરાહ તબુની સાથે તેની પાર્ટીમાં પહોંચી તો ત્યાં કંઈક એવું થયું જેને જોઈને બધા દંગ રહી ગયા. પાર્ટીમાં જૈકીએ ખુબ દારૂ પીધુ હતું અને દારૂના નશામાં તે તબુને બળજબરીથી કિસ કરવા લાગ્યો હતો. ત્યારે ડૈનીએ જૈકી શ્રોફને સંભાળ્યા અને અભિનેત્રીથી દૂર લઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ આ ટોપ 5 ફિલ્મોની લોકો જોઈ રહ્યાં છે રાહ; જવાન કે સાલાર નહીં, આ ફિલ્મ છે Number 1

ફરાહે કરી હતી મીડિયામાં બબાલ
તે રાત્રે આ ઘટના જેમ-તેમ સંભાળી લેવામાં આવી પરંતુ બીજા દિવસે ખુબ હંગામો થયો હતો. જ્યારે ફરાહે મીડિયામાં ધમાલ કરી હતી. સમાચાર બહાર આવતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો હતો. પરંતુ થોડા સમય બાદ તબુ અને ફરાહે આ મામલાને ખતમ કરતા કહ્યું કે, આ એક ગેરસમજણ હતી. 

પરંતુ આ ઘટના બાદ તબુએ ક્યારેય જૈકીની સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું નહીં. જો વાત ફરાહની કરીએ તો તેનું ફિલ્મ કરિયર લાંબો સમય ચાલ્યું નહીં. અભિનેત્રી આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં ખુબ ઓછી એક્ટિવ છે. તબુ છેલ્લે અજય દેવગન સાથે ભોલામાં જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More