Home> Entertainment
Advertisement
Prev
Next

કરીના બાથરૂમમાં લગાવતી હતી સલમાનનું પોસ્ટર, પણ આ કારણસર ફાડીને ફેંકી દીધુ હતું

સલમાન ખાનની જ્યારે 'મૈને પ્યાર કિયા' રિલીઝ થઈ હતી. તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. ફિલ્મની સફળતાએ સલમાન ખાનને મોટા સ્ટાર બનાવી દીધા હતા. કરીના કપૂર પણ તેમના પર  ફીદા હતી. એટલે સુધી કે તેણે તેના બાથરૂમમાં પણ સલમાન ખાનના પોસ્ટર લગાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કઈક એવું થયું કે કરીના કપૂરે સલમાન ખાનના પોસ્ટર ફાડી નાખ્યા. 

કરીના બાથરૂમમાં લગાવતી હતી સલમાનનું પોસ્ટર, પણ આ કારણસર ફાડીને ફેંકી દીધુ હતું

સલમાન ખાનની જ્યારે 'મૈને પ્યાર કિયા' રિલીઝ થઈ હતી. તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. ફિલ્મની સફળતાએ સલમાન ખાનને મોટા સ્ટાર બનાવી દીધા હતા. કરીના કપૂર પણ તેમના પર  ફીદા હતી. એટલે સુધી કે તેણે તેના બાથરૂમમાં પણ સલમાન ખાનના પોસ્ટર લગાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કઈક એવું થયું કે કરીના કપૂરે સલમાન ખાનના પોસ્ટર ફાડી નાખ્યા અને બીજા અભિનેતાના પોસ્ટર લગાવ્યા. આ વાતનો ખુલાસો સલમાન ખાને પોતે એકવાર પોતાના શો 'દસ કા દમ'માં કર્યો હતો. સલમાને જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા હતા. 

fallbacks

સલમાન ખાને પોતાની કરિયરમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંને બહેનો સાથે કામ કરેલું છે. સલમાન ખાને કરિશ્મા સાથે જુડવા, અંદાજ  અપના અપના, જીત જેવી ફિલ્મો કરી હતી. ત્યારે કરીના શાળામાં ભણતી હતી. સલમાને કરીના સંલગ્ન એક કિસ્સો સંભળાવ્યો હતો. 

fallbacks

બાથરૂમમાં પોસ્ટર
સલમાન ખાને કહ્યું કે તે સમયે કરિશ્મા અને હું નિશ્ચય ફિલ્મનું શુટિંગ કરતા હતા. કરિશ્માએ મને જણાવ્યું કે બેબોએ પોતાના બાથરૂમમાં મારું પોસ્ટર લગાવ્યું છે. પરંતુ બાદમાં આશિકી ફિલ્મ રિલીઝ થઈ અને બેબોએ મારું પોસ્ટર ફાડીને રાહુલ રોયનું પોસ્ટર લગાવી દીધુ હતું. કરીનાએ પણ પોતે આવીને મને કહ્યું કે સલમાન હવે મારા બાથરૂમમાં તમારું પોસ્ટર નથી પરંતુ રાહુલ રોયનું છે. 

fallbacks

આ ફિલ્મોમાં કર્યું કામ
દસ કા દમમાં ત્યારે કરીના અને કરિશ્મા હતા. આ કિસ્સો જાણીને કરીના હસી પડી હતી. બાદમાં જ્યારે કરીનાએ મોટા થયા બાદ બોલીવુડમાં એન્ટ્રી કરી તો તેણે સલમાન ખાન સાથે અનેક ફિલ્મો કરી હતી. જેમાં બોડીગાર્ડ, બજરંગી ભાઈજાન અને મે ઔર મિસિસ ખન્ના જેવી ફિલ્મો સામેલ છે. આવનારા પ્રોજેક્ટ્સની વાત  કરીએ તો જ્યાં સલમાન ખાન હાલ 'ટાઈગર 3', અને 'ટાઈગર વર્સિસ પઠાણ' જેવી ફિલ્મોમાં જોવા મળશે ત્યાં કરીના ફિલ્મ 'ક્રુ'માં તબ્બુ અને કૃતિ સેનન સાથે જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More