નવી દિલ્હી : હાલમાં સલમાન ખાનના લગ્નના સમાચારની ચારે તરફ ચર્ચા છે. હાલમાં તેણે કહ્યું હતું કે ચૂંટણીના પરિણામ પછી લગ્નની તારીખની જાહેરાત કરશે. આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. જોકે આ લેટેસ્ટ વીડિયોમાં સલમાનને તેની સહકલાકાર અને એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ લગ્ન માટે પ્રપોઝ કરી રહી છે.
The proposal ....@Bharat_TheFilm pic.twitter.com/1BCvPSirUe
— ali abbas zafar (@aliabbaszafar) May 24, 2019
આ વીડિયો ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં કેટરીના કૈફ સલમાન ખાનને કહે છે કે, ‘મારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તુ મને ગમે છે, તો બોલ લગ્ન ક્યારે કરવા છે?’. કેટરીના કૈફના પ્રપોઝલ પર સલમાન માત્ર ‘મેડમ સર, મેડમ સર’ કહેતા શરમાતો જોવા મળે છે. આ વીડિયો શેર કરતાં અલી અબ્બાસ ઝફરે લખ્યું છે કે ‘ધ પ્રપોઝલ’. કેટરીના અને સલમાનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ‘ભારત’ 5 જૂને રિલીઝ થશે.
સલમાન અને કેટરીના સિવાય તબ્બૂ, જેકી શ્રોફ, દિશા પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. ભારત બાદ હવે સલમાને પોતાની આગામી ફિલ્મ દબંગ 3નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કેટરીના પણ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે કામ કરતી જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે