Home> Entertainment
Advertisement
Prev
Next

આ ક્રિકેટરને દિલ આપી ચૂકી હતી સુષ્મિતા સેન, પરંતુ અધૂરી રહી ગઇ પ્રેમકહાની

આજે ફરી એકવાર અમે તમારા માટે એક ખેલાડી અને એક હસીનાની પ્રેમ કહાનીને લઇને આવ્યા છીએ. જી હાં આપણે બધાને ખબર છે કે ક્રિકેટની દુનિયા અને બોલીવુડ (Bollywood)ની નગરીનો જૂનો સંબંધ છે. મોટાભાગે કોઇને કોઇ ખેલાડીને કોઇ અભિનેત્રી અથવા મોડલ પાછળ દિવાના હોય છે. ત્યારે ક્યારેક ને ક્યારેક આ પ્રેમ કહાનીઓ અધૂરી રહી જાય છે તો ક્યારેક પુરી થાય છે. 

આ ક્રિકેટરને દિલ આપી ચૂકી હતી સુષ્મિતા સેન, પરંતુ અધૂરી રહી ગઇ પ્રેમકહાની

નવી દિલ્હી: આજે ફરી એકવાર અમે તમારા માટે એક ખેલાડી અને એક હસીનાની પ્રેમ કહાનીને લઇને આવ્યા છીએ. જી હાં આપણે બધાને ખબર છે કે ક્રિકેટની દુનિયા અને બોલીવુડ (Bollywood)ની નગરીનો જૂનો સંબંધ છે. મોટાભાગે કોઇને કોઇ ખેલાડીને કોઇ અભિનેત્રી અથવા મોડલ પાછળ દિવાના હોય છે. ત્યારે ક્યારેક ને ક્યારેક આ પ્રેમ કહાનીઓ અધૂરી રહી જાય છે તો ક્યારેક પુરી થાય છે. 

fallbacks

આવી જ એક અધૂરી પ્રેમ કહાની છે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ (Wasim Akram) અને બોલીવુડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) ની. વર્ષ પહેલાં બંનેના નાખ ખૂબ ચર્ચામાં રહ્યા હતા, એટલું જ નહી સુષ્મિતા અને વસીમના લગ્નના સમાચાર પણ મીડિયામાં ઝડપથી ફેલાઇ રહ્યા હતા. બધાને લાગતું હતું કે પાકિસ્તાન, હિંદુસ્તાનની એક હસીનાને ઉડાવી લઇ જશે, પરંતુ એવું થયું નહી.   

સુષ્મિતા સેન અને વસીમ અકરમને ઘણીવાર એકબીજા સાથે સ્પોટ કરવામાં આવ્યા, ત્યારબાદ બંને એક ટીવી શોના જજના રૂપમાં પણ જોવા મળ્યા તો બધાને બંનેના અફેર પર વિશ્વાસ થઇ ગયો, પરંતુ વર્ષ 2013 સુષ્મિતાએ પોતના અને વસીમ અકરમના અફેરને નકારી કાઢ્યું. સુષ્મિતા સેને ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા કહ્યું ''હું વસીમ અકરમ સાથે મારા લગ્નના સમાચાર ઘણા સમયથી વાંચી રહી છું. આ વાત બિલકુલ બકવાસ છે. આ પ્રકારના સમાચારોથી ખબર પડે છે કે મીડિયા ઘણીવાર કેટલો લાપરવાહ જોઇ શકે છે. વસીમ અને હું ફક્ત એક સારા મિત્ર છીએ અને હંમેશા રહીશું. વસીમ અકરમની જીંદગીમાં એક પ્યારી મહિલા છે.
fallbacks

પછી જ્યારે અકરમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે પણ આ વાતનું ખંડન કર્યું, સાથે જ તેમણે મીડિયાને પોતાની અંગત જિંદગીનું સન્માન જાળવવાની વાત કહી. અકરમે કહ્યું કે ''મીડિયા દ્વારા બનાવવામાં આવેલા સમાચારોથી ખરેખર હું પરેશાન થઇ ચૂક્યો છું. આઇપીએલથી મેં એક વર્ષનો સમય એટલા માટે લીધો જેથી હું મારા બંને બાળકો સાથે સમય પસાર કરી શકું. હાલ હું ફેન્સ અને મીડિયા બંનેને ફક્ત હું મારી જ નહી પરંતુ સુષ્મિતા સેનની અંગતતાનું પણ સન્માન કરવું જોઇએ. 

તમને જણાવી દઇએ કે વસીમ અકરમની પત્ની હુમાનું વર્ષ 2009માં દેહાંત થયું હતું. ત્યારબાદ બધાને લાગે છે કે વસીમ, સુષ્મિતા સેન સાથે લગ્ન કરવાનો હતો, પરંતુ એવું કશું જ થયું નહી. જોકે સામાચાર એ છે કે બંને વચ્ચે અફેર હતું પરંતુ ક્યારેય સુષ્મિતા સેન અને ના તો વસીમ અકરમે પોતાના સંબંધોને સ્વિકાર્યા. સુષ્મિતાથી અલગ થયા બાદ વસીમ અકરમે 2013માં શનાયરા થોમસન સાથે લગ્ન કરી લીધા તો બીજી તરફ સુષ્મિતા આજકાલ મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે. 
 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More