Munmun Dutta in Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બબીતાજીની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર મુનમુન દત્તા વિશે તમે કદાચ આ વાત ભાગ્યે જ જાણતા હશો. મુનમુન દત્તા પોતાના અભિનયની સાથે સાથે સુંદરતા માટે પણ ચર્ચામાં રહે છે. તારક મહેતા...શોમાં દેખાડવામાં આવ્યું છે કે બબીતાજી એટલે કે મુનમુન દત્તા ઐય્યરની વાઈફ બની છે જ્યારે જેઠાલાલ એટલે કે દિલિપ જોશી બબીતાજી પર લટ્ટુ છે. જો કે આ તો સિરિયલની વાત છે. પરંતુ આજે અમે તમને મુનમુન દત્તાની રિયલ લાઈફ સંલગ્ન એક એવા ઘટનાક્રમ વિશે જણાવીશું જે ખુબ ચર્ચામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો #મીટુ કેમ્પેઈન સાથે જોડાયેલો છે અને વર્ષ 2017નો છે.
21 વર્ષની આ હોટ હસીનાએ કેમેરાની સામે જ બદલ્યા કપડાં, વીડિયો જોઈને પાગલ થઈ જશો
ટોપલેસ થઈ આ હિરોઈને બોલિવૂડમાં મચાવ્યો હતો તહેલકો, એક ભૂલને કારણે કારકિર્દી રોળાઈ
TMKOC: બબીતાજી વિશે થયો એવો ખુલાસો.. જેઠાલાલ તો ઠીક, ફેન્સને પણ લાગશે તગડો આઘાત
વાત જાણે એમ છે કે 2017માં બોલીવુડમાં #મીટુ કેમ્પેઈનની આંધી ચાલી હતી. આ કેમ્પેઈન સાથે જોડાઈને અનેક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનના મામલાઓ જગજાહેર કર્યા હતા. આ જ કડીમાં મુનમુન દત્તાએ પણ તેની સાથે થયેલી ઉત્પીડનની ઘટનાને જાહેર કરીને લાંબી લચક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ પોસ્ટમાં મુનમુને જણાવ્યું હતું કે તેમના એક મોટા કઝિન જ તેમને ખરાબ નજરે જોતા હતા. અભિનેત્રીનું માનીએ તો જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના કઝિને તેને ખરાબ દ્રષ્ટિથી સ્પર્શ કર્યો હતો. જ્યારે તે પોતે છોકરીઓનો પિતા છે. મુનમુન અહીં જ ન અટકી તેણે વધુ એક ખતરનાક ખુલાસો પણ કર્યો હતો.
અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેનું શોષણ એક ટ્યૂશન ટીચરે પણ કર્યું હતું જેણે તેના અંડરપેન્ટ્સમાં હાથ નાખ્યો હતો. અભિનેત્રીએ લખ્યું હતું કે ભૂતકાળમાં ઘટેલી આ ઘટનાઓને યાદ કરીને તેને રડવું પણ આવી ગયું હતું.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે