Home> Entertainment
Advertisement
Prev
Next

OTT પર આ સપ્તાહમાં મળશે મનોરંજનનો હેવી ડોઝ, રિલીઝ થશે દમદાર સીરીઝ

April First Week OTT Release: જો તમે પણ ઓટીટીના ચાહક હોય તો આ અઠવાડિયું તમારા માટે શાનદાર અને મનોરંજનથી ભરપૂર રહેશે. એપ્રિલના પહેલા સપ્તાહમાં ઓટીટી પર ઘણી નવી સીરીઝ રિલીઝ થવાની છે.

OTT પર આ સપ્તાહમાં મળશે મનોરંજનનો હેવી ડોઝ, રિલીઝ થશે દમદાર સીરીઝ

April First Week OTT Release: ઓટીટી પ્લેટફોર્મ હવે લોકો માટે ખાસ બની ગયા છે. ઓટીટી પર એક પછી એક શાનદાર ફિલ્મો અને સિરીઝ રિલીઝ થાય છે. તેવામાં જો તમે પણ ઓટીટીના ચાહક હોય તો આ અઠવાડિયું તમારા માટે શાનદાર અને મનોરંજનથી ભરપૂર રહેશે. એપ્રિલના પહેલા સપ્તાહમાં ઓટીટી પર ઘણી નવી સીરીઝ રિલીઝ થવાની છે. તો ચાલો તમને જણાવીએ કે આ અઠવાડિયામાં ઓટીટી પર કઈ નવી સિરીઝ રિલીઝ થવાની છે અને તેને તમે ક્યાં જોઈ શકો છો. 

fallbacks

આ પણ વાંચો:

પરિણીતી-રાઘવની સગાઈ થશે આ અઠવાડિયે જ ! દિલ્હીમાં થઈ રહી છે રિંગ સેરેમની તૈયારીઓ

કિશોર કુમારની 23 વર્ષ નાની ત્રીજી પત્ની પર મિથુન ચક્રવર્તીનું આવી ગયું દિલ અને પછી,,

બીજી વખત માતા બનશે નીતા અંબાણીની મોટી વહૂ શ્લોકા, ઈવેન્ટમાં ફ્લોન્ટ કર્યું બેબી બંપ

જુબલી

જો તમે પિરિયડ ડ્રામા જોવાના શોખીન હોય તો વિક્રમાદિત્યની શાનદાર સિરીઝ જુબલી આ અઠવાડિયામાં જોવા મળશે. આ સિરીઝમાં અદિત રાવ હૈદરી, બિનોદ દાસ, પ્રોસેનજીત ચેટરજી સહિતના કલાકારો પોતાની શાનદાર એક્ટિંગ દેખાડશે. આ સીરીઝ સાત એપ્રિલે એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે.

ધ ક્રોસ ઓવર

ઓટીટી પર સ્પોર્ટ્સની મજા લેનાર દર્શકો માટે આ અઠવાડિયે ધ ક્રોસ ઓવર સીરીઝ રીલીઝ થવાની છે. આ સિરીઝ બાસ્કેટબોલ રમતા યુવકો પર આધારિત છે. આ સિરીઝ પાંચ એપ્રિલ અને બુધવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. 

ઇન રીયલ લવ

ગોહર ખાન અને રણવિજયસિંહ ની ડ્રામા સિરીઝ પણ છ એપ્રિલે ઓટીટી પર રિલીઝ થવાની છે. સીરીઝમાં ચાર અનમેરીડ સિંગલની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે. આ સિરીઝ 6 એપ્રિલે નેટફિક્સ પર સ્ટ્રીમ થશે. 

ગુટર ગુ

એમેઝોન મીની ટીવી પર પાંચ એપ્રિલ ગુટર ગુ રિલીઝ થવા જઈ રહી છે. આ એક ટીનેજ લવ સ્ટોરી છે જેના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સિરીઝના 6 એપિસોડ છે જે એમેઝોન મીની ટીવી પર ઉપલબ્ધ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More