Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ પતિ આયુષે કરી એવી હરકત, ભડકી ગઈ સલમાનની બહેન!

હંમશા એવું જોવા મળતું હોય છે કે ફિલ્મ રિલીઝનો દિવસ આખી ટીમ માટે જશ્નનો માહોલ હોય છે. પરંતુ ક્યારેક નાની અમથી ભૂલ પણ જશ્નના માહોલને ખરાબ કરી નાખે છે.

VIDEO: ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ પતિ આયુષે કરી એવી હરકત, ભડકી ગઈ સલમાનની બહેન!

નવી દિલ્હી: હંમશા એવું જોવા મળતું હોય છે કે ફિલ્મ રિલીઝનો દિવસ આખી ટીમ માટે જશ્નનો માહોલ હોય છે. પરંતુ ક્યારેક નાની અમથી ભૂલ પણ જશ્નના માહોલને ખરાબ કરી નાખે છે. આવું જ કઈંક જોવા મળ્યું ડેબ્યુ સ્ટાર આયુષ શર્મા સાથે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ લવયાત્રી આજે થિયેટરોમાં રિલીઝ થઈ. પરંતુ ફિલ્મના હીરો આયુષ શર્માની રિયલ લાઈફ હીરોઈન અર્પિતા તેના પર નારાજ છે. ગુરુવારે મોડી રાતનો એક વીડિયો સામે આવ્યો છે જેના પરથી તે સ્પષ્ટ થાય છે. 

fallbacks

સલમાન ખાનની લાડકી બહેન અર્પિતા અને જીજાજીનો એક વીડિયો સામે આવ્યો છે. આયુષ અને અર્પિતાની લવસ્ટોરી તો કોઈનાથી છૂપાયેલી નથી. પરંતુ પ્રેમ હોય ત્યાં ઝગડા પણ થતા જ હોય છે. એવી જ એક મીઠી લડાઈ કેમેરામાં કેદ થઈ ગઈ. તે પણ આયુષની ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા જ.

થયું કઈંક એવું કે ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર શો જોયા બાદ જેવા આયુષ અને અર્પિતા બહાર આવ્યાં કે મીડિયાએ તેમને ઘેરી લીધા. આયુષ કદાચ પોતાની પહેલી  ફિલ્મ રિલીઝ થવાની  ખુશીમાં કઈંક વધારે પડતો ભાવુક થઈ ગયો હતો. બધાની સામે પત્ની અર્પિતાના ગાલ ખેંચીને બાળકોની જેમ લાડ  કરવા લાગ્યો. પરંતુ આ વાત અર્પિતાને ગમી નહીં. તેણે બધાની સામે આયુષને ખખડાવ્યો, જો કે આયુષને પણ તરત પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. 

જૂતાની સ્ટાઈલ હતી અલગ
આ અવસરે અર્પિતા અને આયુષના લૂકની વાત કરીએ તો બંને એકદમ સીંપલ જોવા મળ્યા હતાં. પરંતુ આયુષના જૂતાની દોરીઓ પર બધાનું ધ્યાન ગયું હતું. કારણ કે તેણે બંને પગલમાં અલગ અલગ કલરની લેસવાળા જૂતા પહેર્યા હતાં. નોંધનીય છે કે સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ લવયાત્રીના ગીતો ધમાલ મચાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More