Home> Entertainment
Advertisement
Prev
Next

Dharmendra એ નશામાં ધૂત થઈને કરી ગંદી હરકત! Ajay Devgn ની સાસું અને Kajol ની મમ્મીએ ઝીંકી દીધો લાફો!

Dharmendra એ નશામાં ધૂત થઈને કરી ગંદી હરકત! Ajay Devgn ની સાસું અને Kajol ની મમ્મીએ ઝીંકી દીધો લાફો!

નવી દિલ્હીઃ પડદા પરની બોલિવૂડની રંગીન દુનિયાથી પણ વધુ રંગીન છે પડદા પાછળની કહાની. પડદા પરની કહાની તો તમે જોતા હશો પરંતુ કેટલી પડદા પાછળની કહાની હોય છે જેના તમે અજાણ છો. આવી જ કેટલીક ચોંકાવનારી ઘટનાઓ દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓની પણ છે.

fallbacks

ધર્મેન્દ્ર અને પ્રખ્યાત અભિનેત્રી તનુજાની જોડી:
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra)અને પ્રખ્યાત અભિનેત્રી તનુજા(Tanuja)ની અજાણી વાતો છે જેના જાણીને તમે ચોંકી જશો.  60 અને 70ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી તનુજા અને બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરી છે અને લોકોને આ ફિલ્મી જોડી ખુબ પસંદ આવી છે.

ધર્મેન્દ્રને કોણે મારી હતી થપ્પડ?
'ચાંદ ઔર સૂરજ', 'બહારે ફિર આયેગી', 'ઇઝ્ઝત' અને 'દો ચોર' જેવી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે ધર્મેન્દ્ર અને તનુજાના સંબંધો ઘણા સારા બની ગયા હતા. અને આ મિત્રતતા દિવસેને દિવસે વધુ ગાઢ બનતી ગઈ. પરંતુ એક સમયે એવો આવ્યો જ્યારે તનુજાએ ધર્મેન્દ્રને થપ્પડ મારી દિધી. એટલું જ નહીં પણ જાહેરમાં જ બેશરમ પણ કહ્યો હતો. આ વાત 1965ની છે જ્યારે બંને ફિલ્મ 'ચાંદ ઔર સૂરજ'નું શૂટિંગ કરી રહ્યા હતા.

ધર્મેન્દ્ર પર તનુજાને આવ્યો ગુસ્સો:
'ચાંદ ઔર સૂરજ'ના શૂટિંગ વખતે ધર્મેન્દ્ર અને તનુજાનું બોન્ડિંગ સારું થઈ ગયું હતું. બંને સેટ પર ખૂબ જ મસ્તી કરતા હતા. બંને ઘણો સમય સાથે વિતાવતા હતા. એક સમયે એવો આવ્યો કે ધર્મેન્દ્રએ તનુજાને તેની પત્ની સાથે પણ મળાવી હતી. આવી સ્થિતિમાં એક દિવસ ધર્મેન્દ્રએ તનુજા સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો. બસ આ જ હરકતથી અભિનેત્રી તનુજા ખુબ જ ખુસ્સે થઈ ગઈ. એવું પણ કહેવાય છે કે જ્યારે તનુજા સાથે આવું કર્યું ત્યારે ધર્મેન્દ્ર નશામાં હતો.

થપ્પડ ખાધા બાદ ધર્મેન્દ્રએ માફી માગી:
કહેવાય છે કે ધર્મેન્દ્રએ ફ્લર્ટ કરતા તનુજા ચોંકી ગઈ હતી. એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે તેણે ધર્મેન્દ્રને થપ્પડ પણ મારી દીધી હતી. વળી તેણે કહ્યું “બેશરમ! હું તમારી પત્નીને ઓળખું છું અને તારી એટલી હિંમત કે મારી સાથે ફ્લર્ટ કરે છે.”આ ઘટનાથી ધર્મેન્દ્રને પાછળથી શરમ આવી અને તેણે અભિનેત્રીની માફી પણ માંગી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More