નવી દિલ્હી: 54 વર્ષના મિલિંદ સોમણ (Milind Soman) 80 અને 90ના દાયકામાં ચર્ચિત મોડલ હતા. સુપર મોડલ મધુ સપ્રે સાથે તેમની હોટ જાહેરાત જેમાં બંને સાપને ગળા લટકાવી ન્યૂડ ઉભા હતા, આજે પણ યાદ કરવામાં આવે છે. મધુ સપ્રે સાથે મિલિંદ ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં હતા. બંનેનું બ્રેકઅપ થઇ ગયું. ત્યારબાદ 2006માં મિલિંદએ વેલી અને ફ્લાવર્સ ફિલ્મમાં સાથે કામ કરનાર ફ્રેંચ અભિનેત્રી મેલીન જંપનોઇ સાથે લગ્ન કરી લીધા. આ લગન ફક્ત ત્રણ વર્ષ સુધી ટકી શક્યા. મેલીન પરત ફ્રાન્સ જતી રહી.
ત્યારબાદ મિલિંદ (Milind Soman)ના ઘણા લિવઇન રિલેશનશિપ રહ્યા. તેમની ઇમેજ કેસનોવાની રહી છે. વધુ દિવસ સુધી તે એક યુવતિ સાથે ટકી શકતા નથી. રોક ઓન ફિલ્મની અભિનેત્રી શહાના ગોસ્વામી સાથે પણ તેમનું ખૂબ ચક્કર ચાલ્યું. બંનેના લગ્ન થતા થતા રહી ગયા. શહાના સાથે લિવ ઇન રહેતી વખતે તેમની મિત્ર મોડલ અને કલાકાર દીપનિતા શર્મા સાથે થઇ ગઇ. આ રિલેશનશિપ પણ ઘણા દિવસો સુધી ટકી શકી નથી.
ત્યારબાદ જ્યારે આ સમાચાર એક યંગ ટીનેજર એર હોસ્ટેલ સાથે તેમનું અફેર થઇ ગયું છે. તે બંને વચ્ચે 30 વર્ષનો એજ ગેપ હતો. મિલિંદ તે સમયે પચાસના હતા અને છોકરી વીસ વર્ષ પણ ન હતી. દૂબળી-પતળી અંકિતા કોનવર (Ankita Konwar)સુદૂર પૂર્વી રાજ્યમાંથી છે, જે સમયે તે બંનેની મિત્રતા થઇ, કોઇને અંદાજો ન હતો કે એક દિવસ મિલિંદને પાપા જી અને અંકલજી કહેનાર યંગ છોકરી સાથે લગ્ન કરી લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે