Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta Ka Ooltah Chashmah: આગામી 28 જુલાઈના એપિસોડમાં થશે દયાબેનની વાપસી? જાણો કેમ ખાસ છે આ તારીખ

28 જુલાઈ એ આવનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એપિસોડ ઘણો સ્પેશિયલ થનાર છે અને તેના પાછળ એક મહત્વપૂર્ણ કારણ પણ છે. જોકે, 14 વર્ષ પહેલા 28 જુલાઈએ જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો હતો.

Taarak Mehta Ka Ooltah Chashmah: આગામી 28 જુલાઈના એપિસોડમાં થશે દયાબેનની વાપસી? જાણો કેમ ખાસ છે આ તારીખ

Taarak Mehta ka Ooltah Chashmah Dayaben News: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનની વાપસી થઈ રહી નથી, જેણા કારણે હવે પ્રશંસકો અકડાયા છે. ઘણા સમયથી મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે કે આ ભૂમિકા માટે નવા ચહેરાની શોધખોળ ચાલી રહી છે પરંતુ તે ચહેરો કોણ હશે? તેને લઈને સસ્પેંસ હજુ પણ યથાવત છે.

fallbacks

 હવે સવાલ એવો પણ ઉભો થઈ રહ્યો છે કે આ ભૂમિકા માટે ચહેરો ફાઈનલ પણ કરી લેવામાં આવ્યો છે, પરંતુ આ તમામ વાતો હવામાં ચાલી રહી હોય તેવું ચાહકો માની રહ્યા છે. આ સવાલોનો જવાબ મેકર્સ જ આપી શકે છે. ચલો કઈ વાંધો નહીં, હવે અહેવાલ મળી રહ્યા છે કે 28 જુલાઈએ રિલીઝ થનાર એપિસોડમાં દયાબેનની એન્ટ્રી શોમાં થનાર છે.

સ્પેશિયલ હશે 28 જુલાઈનો એપિસોડ
28 જુલાઈ એ આવનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એપિસોડ ઘણો સ્પેશિયલ થનાર છે અને તેના પાછળ એક મહત્વપૂર્ણ કારણ પણ છે. જોકે, 14 વર્ષ પહેલા 28 જુલાઈએ જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો હતો. આ દિવસે પહેલો એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો, જેણા કારણે આગામી 28 જુલાઈનો દિવસ ખુબ જ ખાસ થનાર છે. 

એવામાં કહેવામાં આવી રહ્યું છે કે દયાબેનની વાપસી આ ખાસ દિવસે આ શોમાં કરાવવામાં આવી શકે છે. થોડાક સમય પહેલા સીરિયલના નિર્માતા અસિત મોદીએ જણાવ્યું હતું કે, હવે આ ભૂમિકાને શોમાં પાછો લાવવાનો સમય આવી ગયો છે. જેણા માટે ખાસ પ્લોટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે શોને 14 વર્ષ પુરા થનાર છે, ત્યારે દયાબેનની વાપસી પણ સંભવ છે.

કોણ બનશે દયાબેન
અત્યાર સુધી આ રોલ માટે ઘણા નામ સામે આવી ચૂક્યા છે. પહેલા કહેવામાં આવ્યું કે રાખી વિજન આ ભૂમિકાને ભજવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે રાખી વિજનને રોલ પણ ઓફર કરવામાં આવ્યો છે પરંતુ બાદમાં રાખીએ પોતે સામે આવીને આ અહેવાલોનું ખંડન કર્યું હતું. ત્યારબાદ હવે તાજેતરમાં ઐશ્ચર્ય સખૂજાના નામની ચર્ચા પણ ચાલી રહી છે. પરંતુ હવે એશ્વર્યાએ પણ વાત વાતમાં સ્પષ્ટ કરી દીધું છે કે આ રોલ તેઓ કરવાના નથી. એવામાં હવે દયાબેન કોણ હશે એ જોવાનું દિલસ્પર્શ રહેવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More