Home> Entertainment
Advertisement
Prev
Next

દિલજીતની ફિલ્મ સાથે તેની ભારતીય નાગરિકતા પણ રદ થશે? જનતાએ ટ્રોલ કર્યો, FWICEએ કરી પ્રતિબંધની માંગ

તાજેતરમાં પ્રખ્યાત સેલિબ્રિટી દિલજીત દોસાંઝએ તેના ફિલ્મનું ટ્રેલર બહાર પાડ્યું જેમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર જોવા મળી છે. આ સાથે ભારતીય નાગરિકો દિલજીત પર ભડકી ઉઠ્યાં છે અને લોકો તેને બોયકોટ કરી રહ્યાં છે. તેવામાં FWICEએ દિલજીત અને ફિલ્મ મેકર્સ પર બેન મૂકવા માંગ કરી છે.

દિલજીતની ફિલ્મ સાથે તેની ભારતીય નાગરિકતા પણ રદ થશે? જનતાએ  ટ્રોલ કર્યો, FWICEએ કરી પ્રતિબંધની માંગ

દિલજીતે તેની ફિલ્મમાં પાક. અભિનેત્રીને કાસ્ટ કરી
પંજાબી ગાયક-એક્ટર દિલજીત દોસાંઝના જીવનમાં મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લેતી. જ્યારથી તેમણે પોતાની ફિલ્મ 'સરદાર જી 3'ના ટ્રેલરમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને દેખાડી છે ત્યારથી જ ફિલ્મને બેન કરવાની માંગ ઊભી થઈ છે. ફિલ્મની સાથે-સાથે સિંગર અને મેકર્સને પણ હંમેશા માટે બેન કરવાની માંગ કરી છે.

fallbacks

ફેડરેશનની દિલજીત પર બેન મૂકવા સરકાર સમક્ષ અપીલ 
ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોઈઝ (FWICE)એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે જેમાં દિલજીત દોસાંઝની સાથે ફિલ્મ 'સરદાર જી 3'ના મેકર્સ પર હંમેશા માટે પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પણ એક લેટર લખ્યો છે જેમાં કહ્યું છે કે સિંગરના પાસપોર્ટ સીઝ કરી તેની ભારતીય નાગરિકતા કાયમ માટે રદ કરવામાં આવે.

"ઈંડિયન ફિલ્મનું અપમાન કર્યું છે!"
FWICEએ તેમની પ્રેસ રિલીઝમાં લખ્યું, "અમે એક્ટર-સિંગર દિલજીત દોસાંઝ, ગુણવીર સિંહ સિદ્ધૂ અને ડાયરેક્ટર અમર હુંદલ વિરુદ્ધ કડક નિંદા કરીએ છીએ અને પૂરો આક્રોશ વ્યક્ત કરીએ છીએ, જેમણે તેમની આગામી ફિલ્મ 'સરદાર જી 3' માટે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરને ફિલ્મમાં કાસ્ટ કરીને ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રીનું અપનામ કર્યું છે અને રાષ્ટ્રીય ભાવનાનું પણ સન્માન નથી કર્યું."

દિલજીતની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગણી
વધુમાં, FWICEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે અપીલ કરી છે કે તેઓ વગર કોઈ વિલંબે દિલજીત અને ફિલ્મ મેકર્સ વિરુદ્ધ કડક કદમ ઉઠાવે. આ લોકોના ઈંડિયન પાસપોર્ટને પણ તાત્કાલિક રદ કરવા અને ભારતીય નાગરિકતા તથા રાષ્ટ્રીય ઓળખથી સંબંધિત કોઈપણ અધિકાર, વિશેષાધિકાર અથવા પ્રતિનિધિત્વને રોકવામાં આવે તેવી માંગ કરી છે.

"આપણા શહીદોનું અપમાન થયું"
ફેડરેશને હાનિયા આમિરની કાસ્ટિંગને ખોટી જણાવી છે. તેમણે લખ્યું કે હાનિયા ભારતની આર્મી અને દેશ વિરુદ્ધ ઘણાં નિવેદનો આપે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ તેના ભડકાઉ નિવેદનો સામે આવ્યા હતાં. તેનું ભારતીય ફિલ્મમાં હોવું દેશના શહીદો અને શહીદોના પરિવારને અપમાન થાય તેવી શરમજનક વાત છે.

ઓટીટી પ્લેટફોર્મ્સને પણ અપીલ
FWICEએ તેમની પ્રેસ રિલીઝમાં દરેક ઈંડિયન ઓટીટી પ્લેટફોર્મ્સને પણ અપીલ કરી છે કે દિલજીત દોસાંઝ સાથે બધા વ્યવહારો અને કરારોને તોડી નાંખે. ફક્ત ઓટીટી જ નહી, તેમનું કહેવું છે બધાં ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ફિલ્મ ફેડરેશને દિલજીત સાથે કોઈ કામ ન કરવું કેમકે તેમણે દુશ્મનો સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે. 

દિલજીતના ઘણાં બોલીવુડ પ્રોજેક્ટસ થોડાં સમયમાં આવી રહ્યા છે. તેઓ સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સાથે 'બોર્ડર 2' નું શૂટ કરી રહ્યા છે. જ્યારે તેના ઉપરાંત તેઓ ઈમ્તિયાઝ અલીની રોમેંટિક લવ સ્ટોરી ફિલ્મમાં પણ જોવા મળશે. હવે દિલજીતના આ બધાં પ્રોજેક્ટસનું ભાવિ શું છે તે ચર્ચાસ્પદ બાબત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More