મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને લઈને પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. અંકિતા લોખંડે શરૂઆતથી જ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે મજબૂતાઈથી પડખે રહી છે અને સમયાંતરે તેમની મદદ પણ કરતી જોવા મળી છે. આ બધા વચ્ચે હાલમાં જ અંકિતા લોખંડના ફ્લેટને લઈને પણ અનેક સવાલ ઊભા થયા હતાં. દાવો કરાયો હતો કે અંકિતા લોખંડેના ફ્લેટના ઈએમઆઈ સુશાંત સિંહ રાજપૂત જ ભરતા હતાં. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફ ડોટ કોમના અહેવાલ મુજબ હકીકતમાં વર્ષ 2013માં અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતે એક જ બિલ્ડિંગમાં બે અલગ અલગ ફ્લેટ પોત પોતાના નામથી લીધા હતાં.
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતે બંને ફ્લેટ વચ્ચેની દીવાલ હટાવીને બંને ફ્લેટને એક મોટા ઘરમાં ફેરવ્યું હતું. આવામાં જ્યારે ઈએમઆઈવાળી વાત સામે આવી તો અંકિતા લોખંડેએ પોતાના તમામ પેપર્સની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરીને એ વાતનો ખુલાસો કર્યો કે પોતાના ફ્લેટના ઈએમઆઈ તે પોતે જ ભરે છે.
અંકિતા લોખંડેએ એ વાતને સ્પષ્ટ કરી દીધી કે તે પોતાના ફ્લેટના ઈએમઆઈ પોતે જ ભરે છે પરંતુ તેણે એ વાતનો ખુલાસો નથી કર્યો કે શું પોતાના હિસ્સાવાળા ફ્લેટનો ઈએમઆઈ સુશાંત પોતે જ ભરતો હતો?
આવા સંજોગોમાં એ વાતના ચાન્સ વધુ છે કે સુશાંત સિંહ રાજપૂતના હિસ્સાવાળા ફ્લેટ પર કા તો તેનો પરિવાર કબ્જો જમાવે અથવા તો તે ફ્લેટ તેઓ વેચી દે. હાલ આ મામલે ન તો અંકિતાનું કોઈ નિવેદન સામે આવ્યું છે કે ન તો સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર આ ફ્લેટને લઈને શું નિર્ણય લે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે