Home> Entertainment
Advertisement
Prev
Next

2022 માં રિલીઝ થશે આ 10 ફિલ્મો, પરંતુ શાહરૂખ-સલમાનને મોટો આંચકો

છેલ્લા બે વર્ષ સિનેમા જગત માટે ખૂબ જ ખરાબ સાબિત થયા છે. કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફિલ્મોનું શૂટિંગથી લઈને રિલીઝ થવા સુધી અટકી ગઈ હતી. હવે ફરી એકવાર સિનેમા જગતમાં તેજી આવી છે.

2022 માં રિલીઝ થશે આ 10 ફિલ્મો, પરંતુ શાહરૂખ-સલમાનને મોટો આંચકો

નવી દિલ્હીઃ છેલ્લા બે વર્ષ સિનેમા જગત માટે ખૂબ જ ખરાબ સાબિત થયા છે. કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફિલ્મોનું શૂટિંગથી લઈને રિલીઝ થવા સુધી અટકી ગઈ હતી. હવે ફરી એકવાર સિનેમા જગતમાં તેજી આવી છે. આગામી વર્ષ 2022 ફિલ્મોની રિલીઝ અને બોક્સ ઓફિસની કમાણીના દૃષ્ટિકોણથી અપેક્ષાઓથી ભરેલું લાગે છે. હવે આઇએમડીબી (IMDB) એ 2022 ની મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદી બહાર પાડી છે, જેમાં દસ એવી ફિલ્મો છે, જેને જોવા દર્શકો આતુર છે.

fallbacks

1. KGF ચેપ્ટર 2
આ ફિલ્મમાં યશ અને સંજય દત્ત જોવા મળશે અને આ ફિલ્મને પ્રશાંત નીલ ડાયરેક્ટ કરી રહ્યા છે.

2. આરઆરઆર
બાહુબલી ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મમાં અજય દેવગન, જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં છે.

Priyanka Chopra બ્રા પહેર્યા વિના એવોર્ડ ફંક્શનમાં પહોંચી, ખુલ્લા જેકેટમાં વારંવાર બચાવવી પડી લાજ

3. લાલ સિંહ ચઢ્ઢા
આમિર ખાન, કરીના કપૂર અને નાગા ચૈતન્ય અક્કીનેની મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે.

4. ગંગુબાઈ કાઠિયાવાડી
સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન જોવા મળશે.
fallbacks

5. બીસ્ટ
નેલ્સન દિલીપ કુમારની ફિલ્મમાં વિજય જોસેફ, પૂજા હેગડે અને યોગી બાબુ લીડ રોડમાં છે.

Vamika First Pic: દિકરી વમિકા સાથે એરપોર્ટ પર સ્પોટ થયા અનુષ્કા-વિરાટ, સામે આવી પ્રથમ તસવીર

6. ધાકડ
રજનીશ ઘાઈની આ એક્શન ફિલ્મમાં કંગના રનૌત જોરદાર એક્શન કરતી જોવા મળશે જ્યારે અર્જુન રામપાલ પણ ફિલ્મમાં છે.
fallbacks

7. રાધે શ્યામ
કે.કે રાધાકૃષ્ણ કુમારે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે, અને 1970 ના દાયકામાં રચવામાં આવેલી આ કહાનીમાં પ્રભાસ અને પૂજા હેગડે લીડ રોડમાં છે.

8. બ્રહ્માસ્ત્ર
રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટની આ ફિલ્મ અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.

9. હીરોપંતી 2
ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મ અહેમદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે.

10. આદિપુરૂષ
ઓમ રાઉતની ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન લીડ રોલમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More