Home> Entertainment
Advertisement
Prev
Next

વિશ્વકપની ટીમમાં એકલો પડ્યો ધોની, ઋૃષિ કપૂરના ટ્વીટથી ચર્ચા તેજ

બોલીવુડ અભિનેતા ઋૃષિ કપૂર ટ્રેન્ડિંગ ટોપિક્સ પર હંમેશા પોતાનું મંતવ્ય જાહેર કરે છે. ઘણીવાર ટોપિક્સ પર તેમના ટ્વીટ ઘણા રસપ્રદ પણ હોય છે. 

વિશ્વકપની ટીમમાં એકલો પડ્યો ધોની, ઋૃષિ કપૂરના ટ્વીટથી ચર્ચા તેજ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા ઋૃષિ કપૂર ટ્રેન્ડિંગ ટોપિક્સ પર હંમેશા પોતાનું મંતવ્ય જાહેર કરે છે. ઘણીવાર ટોપિક્સ પર તેમના ટ્વીટ ઘણા રસપ્રદ પણ હોય છે. આ સમયે ઋૃષિ કપૂરનું એક શાનદાર ટ્વીટ ચર્ચામાં આવી ગયું છે. હોય પણ કેમ નહીં, ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહેલા ઋૃષિ કપૂરનું એક તાજું ટ્વીટ વિશ્વ કપ 2019 માટે ઈન્ડિયન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલું છે. 

fallbacks

હકીકતમાં વિશ્વકપ માટે ટીમની જાહેરાત બાદ ઋૃષિ કપૂર, ખેલાડીઓની દાઢીને લઈને કોમેન્ટ કરી છે. ઋૃષિ કપૂરે ટ્વીટર પર 15 ખેલાડીઓનો ફોટો શેર કરતા સવાલ પૂછ્યો, આપણે મોટાભાગના ખેલાડી સ્પોર્ટ્સ બીયર્ડ કેમ રાખે છે? ઋૃષિએ જે ફોટો શેર કર્યો તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરોનો ફોટો સામેલ છે. 

ઋૃષિએ લખ્યું, આ ફોટોને રેફરન્સ પોઈન્ટના રૂપમાં ન લો, પરંતુ આપણા મોટા ભાગના ક્રિકેટ ખેલાડી સ્પોર્ટ્સ બીયર્ડ કેમ રાખે છે? તમામ સૈમસન? (યાદ છે તેના બાળમાં કેટલી શક્તિ હતી) નિશ્ચિત રૂપે ક્રિકેટર તેના વગર પણ સ્માર્ટ અને ડેશિંગ દેખાઈ છે.  Just an observation!"

ઋૃષિએ ક્રિકેટરોને પ્રાચીન ઇઝરાઇલી ન્યાયાધીશ સૈમસન સાથે તુલના કરી, જેના વાળમાં તેમની તાકાત હતી. 

મહેન્દ્ર સિંહ ધોની એકલો એક્સેપ્શન
ઋૃષિ કપૂરનું આ ટ્વીટ વાયરલ છે. કેટલાક લોકોએ ઋૃષિના ટ્વીટ પર કહ્યું કે, અભિનેતાનું ઓબ્ઝર્વેશન શાનદાર છે. તો કેટલાક યૂઝરોએ કહ્યું કે, બધા વિરાટ કોહલીના પદ્મચિન્હ પર ચાલી રહ્યાં છે. તો એકે લખ્યું કે, ધોની એક એકલો એક્સેપ્શન છે. 

ઋૃષિ કપૂર હાલમાં ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. તેમને કઈ બિમારી છે તેનો હજુ સુધી ખુલાસો થયો નથી. પરંતુ જાણવા મળ્યું કે, સ્વસ્થ થઈને જલ્દી ભારત પરત આવવાના છે. ઋૃષિને મળવા માટે તમામ બોલીવુડના સિતારાઓ ન્યૂયોર્ક જઈ આવ્યા છે. અભિનેતાની પત્ની નીતૂ કપૂર ન્યૂયોર્કમાં ઋૃષિ કપૂરની સાથે પહેલાથી જ હાજર છે. સારવાર માટે અમેરિકા જતા પહેલા સુધી કપૂર ફિલ્મોમાં સક્રિય હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More