મુંબઈ : બોલિવૂડમાં સતત ઇવેન્ટ અને પ્રીમિયર્સનો દોર ચાલતો રહે છે જેમાં મોટાભાગના સ્ટાર્સ હાજરી આપતા હોય છે. આ અઠવાડિયે પણ આવા ફંક્શનમાં સ્ટાર્સનો જાદુ છવાયેલો રહ્યો. જોકે આમ છતાં ફેશનના અતિરેકમાં ઘણીવાર એવા કપડાં પહેરી લે છે જે તેમને ખરાબ તો લાગતા હોય છે અને સાથેસાથે અગવડતાદાયક પણ હોય છે. આ અઠવાડિયે આવું જ ફેશન બ્લન્ડર કરનાર સેલિબ્રિટીઓ પર ફેરવીએ એક નજર.
24 વર્ષ પછી જોવા મળશે જિતેન્દ્ર-જયા પ્રદાની સુપરહીટ જોડી, આ છે મોટું કારણ
પ્રિયંકા ચોપડા જોનાસ : પ્રિયંકાએ રેડ કાર્પેટ પર પહેરેલું પિંક અને મસ્ટાર્ડ Vivienne Westwood gown તેને બિલકુલ સુટ નહોતું થતું. આ હાઇ લો ગાઉન તેના સ્કિન ટોન અને પર્સનાલિટીને બિલકુલ મેચ નથી થતું. આ ઇલેક્ટ્રિક પિંક રંગ પણ આંખને ખુંચતો હતો.
કાજોલ : હાલમાં યોજાયેલા સ્ટાઇલ અવોર્ડ શોમાં કાજોલે પહેરેલું બ્રાઇટ યલો ગાઉન બહુ ખરાબ લાગતું હતું. આ LaBourjoisie gownમાં નેક સ્કાર્ફ જેવી ડિઝાઇન તેમજ ફ્લેર્ડ સ્લિવ કાજોલને બહુ અગવડતાદાયક પણ લાગતી હતી. કાજોલ પણ આ ગાઉનમાં ખુશ નહોતી લાગતી.
પ્રીતિ ઝિંટા : ફેશન શોમાં પ્રીતિ ઝિંટાનો આ લુક તેને બુકે જેવો દેખાવ આપતો હતો પણ તે બિલકુલ સારી નહોતી લાગી. પ્રીતિએ Monique Lhuillierની સાથે Versace belt પહેર્યો હતો પણ વાત જામી નહોતી.
નેહા શર્મા : નેહા શર્માનો આ ડ્રેસ તેણે જાણે સ્વેટર વીંટાળી લીધું હોય એવો લુક આપતો હતો અને તે જાણે બેડરૂમમાંથી ઉઠીને બહાર આવી ગઈ હોય એવું લાગતું હતું.
સોનાક્ષી સિંહા : સોનાક્ષીએ પહેરેલો Dhruv Kapoor pantsuit ડ્રેસનો સમાવેશ અઠવાડિયાના ખરાબ ડ્રેસોની યાદીમાં બહુ સરળતાથી કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે