Home> Entertainment
Advertisement
Prev
Next

XXX Web Series: એકતા કપૂરે અશ્લીલતાને લઈને મૌન તોડ્યું, કહ્યું- તમે કરો તો લસ્ટ સ્ટોરી અમે કરીએ તો 'ગંદી બાત'

XXX Web Series એકતા કપૂરે પોતાની વેબસિરીઝ XXX ને લઈને ખુદ પર લાગેલા અશ્લીલતાના આરોપો પર પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. તેણે ઈશારા-ઈશારામાં કરણ જોહર પર નિશાન સાધતા કહ્યું- તમે કરો તો લસ્ટ સ્ટોરી અમે કરીએ તો ગંદી બાત.

XXX Web Series: એકતા કપૂરે અશ્લીલતાને લઈને મૌન તોડ્યું, કહ્યું- તમે કરો તો લસ્ટ સ્ટોરી અમે કરીએ તો 'ગંદી બાત'

મુંબઈઃ એકતા કપૂરને ઓટીટી એડલ્ટ એપની મલ્લિકા કહેવામાં આવે છે. ઓલ્ટ બાલાજીની એડલ્ટ વેબ સિરીઝ XXX માં અશ્લીલ કન્ટેન્ટને લઈને તેને સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તે આ પ્રકારની વેબ સિરીઝથી દેશની યુવા પેઢીનું મગજ પ્રદૂષિત કરી રહી છે. આટલા દિવસ સુધી મૌન રહ્યાં બાદ આખરે એકતા કપૂરે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

fallbacks

એકતા કપૂરે મૌન તોડ્યું
ડેલી સોપની દુનિયાની બેતાજ બાદશાહ એકતા કપૂરે ઇમ્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક મોટી સીરિયસ નોટ લખી, જેમાં લખ્યું છે- તમે કરો તો લસ્ટ સ્ટોરી અને અમે કરીએ તો ગંદી બાત  #Hypocracy।" પરંતુ તેમાં એકતાએ કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી. પલોકોનું માનવું છે કે તેણે ફિલ્મ મેકર અને હોસ્ટ કરણ જોહર પર નિશાન સાધ્યું જેણે લસ્ટ સ્ટોરીઝમાં એક સ્ટોરીનું પ્રોડક્શન કર્યું હતું. 

આ પણ વાંચોઃ Salman Khan લૂંગી પહેરીને આટાંફેરા કરતો હતો, સોશિયિલ મીડિયા પર વીડિયો થઈ ગયો વાયરલ

XXX  ને લઈને કરણ જોહર પર સાધ્યું નિશાન
હાલમાં આઉટલુકને આપેલા ઈન્ટરવ્યૂમાં એકતાએ દર્શકોને આવી વુમન સેન્ટ્રિક કહાનીઓ આપવા પર પોતાના વિચાર રાખ્યા હતા. તેણે કહ્યું- આ તથ્યથી દૂર કે હું મારા જ જેન્ડરને સપોર્ટ કરું છે, ફેક્ટ તે છે કે એક એવો દેશ છે જેમાં ઘર અને ઘરનું રિમોટ મહિલાઓના હાથમાં હોય છે. આ દેશની અડધી વસ્તી માટે, મેરા પાસની વાર્તાઓ વધુ રસાળ, વધુ મનોરંજક અને વધુ બહુપક્ષીય છે.'

મહિલાઓની કહાનીઓને પડદા પર આપે છે જગ્યા
પોતાની વાત આગળ વધારતા એકતાએ કહ્યું- તમે મહિલાઓ વિશે કહાનીઓ બનાવો છો અને તમને મલ્ટીટાસ્કિંગ અને નેવિગેશનના વાસ્તવિક અર્થનો અનુભવ થાય છે. મહિલાઓ વિશે ઘરેલૂ કહાનીઓ, મને આ પ્રકારની કહાની સૌથી વધુ પસંદ છે. નોંધનીય છે કે 1 ડિસેમ્બરે ઓટીટી પર એકતા કપૂરની ફિલ્મ ફ્રેડી રિલીઝ થઈ. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. 

આજે રિલીઝ થઈ છે ફ્રેડી
આ પહેલાં સુપ્રીમ કોર્ટે એકતા કપૂરને ઓટીટી પર અશ્લીલ કન્ટેન્ટને લઈને ફટકાર લગાવી હતી. તેના તરફથી મુકુલ રોહતગી કોર્ટમાં રજૂ થયા અને તેમણે કોર્ટમાં પોતાની ક્લાયન્ટ માટે સુરક્ષાની માંગ કરી અને કહ્યું કે દેશમાં લોકોને શું જોવુ છે અને શું બનાવવું છે તેની આઝાદી છે. સાથે કહ્યું કે આ કન્ટેન્ટ બધા માટે નથી તે સબ્સક્રિપ્શન બેસ્ડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More