નવી દિલ્હી : 'યમલા પગલા દીવાના'માં લોકોનું ભરપુર મનોરંજન કરનાર દેઓલપરિવાર ફરીથી ફિલ્મી પડદે એકસાથે જોવા મળશે. દેઓલપરિવારની આગામી ફિલ્મ 'યમલા પગલા દીવાના : ફિર સે'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે જે જોરદાર છે. 1.57 મિનિટના આ ટીઝરને જોઈને તમે હસવાનું રોકી નહીં શકો. આ ટીઝરમાં ધર્મેન્દ્ર, સની અને બોબી સિવાય સલમાન ખાન પણ જોવા મળે છે.
ધર્મેન્દ્ર, સની અને બોબીને ચમકાવતી ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થઈ જશે અને એકવાર લોકોને ફરીથી હસાવી દેશે. હાલમાં આ ફિલ્મના પોસ્ટરને પણ ધર્મન્દ્ર, સની અને બોબીએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં ત્રણેય ગુજરાતીઓનો રોલ કરી રહ્યા છે.
Aadhaar એક મહત્વના કામ માટે થઈ જશે નિરાધાર, આવશે નવી આઇડી સિસ્ટમ
'યમલા પગલા દીવાના'ની પહેલી બે ફ્રેન્ચાઇઝીમાં સની, ધર્મેન્દ્ર અને બોબી સરદારના રોલમાં જોવા મળ્યા હતા પણ લેટેસ્ટ ફિલ્મમાં તેમણે ગુજરાતી લુક અપનાવ્યો છે. માનવામાં આવે છે કે 'રેસ 3' પછી આ ફિલ્મ બોબી દેઓલની કરિયરમાં ભારે ઉછાળ લાવી શકે છે. બોબી બહુ જલ્દી સલમાન ખાન સાથે 'રેસ 3'માં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે