Home> Entertainment
Advertisement
Prev
Next

ચૂપચાપ પરણી ગઈ ‘યે રિશ્યા...’ની એક્ટ્રેસ, રાજ પરિવાર સાથે છે સંબંધ

માહિતી મળી છે કે, તે આ વર્ષના અંત સુધી લગ્ન બંધનમાં બંધાઈ શકે છે. મોહીનાએ પોતાની સગાઈ માટે સીરિયલના શુટિંગ પરથી 3 દિવસની રજા લીધી હતી

ચૂપચાપ પરણી ગઈ ‘યે રિશ્યા...’ની એક્ટ્રેસ, રાજ પરિવાર સાથે છે સંબંધ

સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની એક્ટ્રેસ મોહીના કુમારી સિંહ સાથે જોડાયેલા એક સમાચારે ફેન્સને ચોંકાવી દીધા છે. હકીકતમાં, શુક્રવારે મોહીનાએ પોતાના હોમટાઉનમાં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, મોહીના મધ્યપ્રદેશના રીવાના રાજપરિવારની રાજકુમારી છે. 

fallbacks

fallbacks

આવામાં શનિવારે સોશિયલ મીડિયા પર મોહીનાની સગાઈની ફોટો જોરદાર વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં મોહીના પોતાના મંગેતરની સાથે શણગાર કરેલી દેખાઈ રહી છે. વાયરલ થયેલા આ ફોટોમાં મોહીના સુંદર હળવા ગુલાબી રંગના લહેંગામાં નજર આવી રહી છે. તેણે કુંદનના દાગીના પહેર્યાં છે. જોકે, મોહીનાએ પોતાની સગાઈ વિશે કોઈ જ માહિતી આપી નથી. મોહીનાએ કોની સાથે સગાઈ કરી છે, અને તેનો દુલ્હો કોણ છે તે વિશે હજી માહિતી મળી નથી શકી.

માહિતી મળી છે કે, તે આ વર્ષના અંત સુધી લગ્ન બંધનમાં બંધાઈ શકે છે. મોહીનાએ પોતાની સગાઈ માટે સીરિયલના શુટિંગ પરથી 3 દિવસની રજા લીધી હતી. આ પહેલા અફવા ઉડી હતી કે, મોહીના પોતાનો કો-એક્ટર ઋષિ દેવને ડેટ કરી રહી હતી. હાલ તે સીરિયલમાં નક્ષની પત્ની કીર્તિના રોલમાં છે. તમને જણાવી દઈએ કે, મોહીના આ શોની બીજી એક્ટ્રેસ છે, જેના આ વર્ષે લગ્ન થયા છએ. આ પહેલા એક્ટ્રેસ પારુલ ચૌહાણે બોયફ્રેન્ડ ચિરાગ ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More