મુંબઇ: યો યો હની સિંહ ''બ્લૂ આઇઝ'' અને ''ચાર બોતલ વોડકા'' જેવા હિટ ગીતો સાથે આપણું મનોરંજન કરાવી ચૂક્યા છે અને હવે 2019ના પહેલાં સિંગલ સાથે તે ટૂંક સમયમાં એકસાથે જલદી એક નવું ગીત રિલીઝ કરવા માટે તૈયાર છે. ગાયકે પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં કહ્યું કે તે થોડા દિવસોમાં પોતાના નવા ગીતનું શૂટિંગ શરૂ કરશે જે ભાંગડા અને હિપ-હોપનું મિશ્રણ હશે. સાથે જ લખ્યું "Guess my new song! Its a remake, shooting this month!! #yoyohoneysingh #yoyo"
ગાયકના કોમેન્ટ સેક્શનમાં પૂર આવી ગયું છે જ્યાં પ્રશંસકો ગીતના નામનું અનુમાન લગાવતાં જોવા મળી રહ્યા છે અને સાથે જ નવા સિંગલના પ્રત્યે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. હની સિંહે ઘણા શાનદાર પાર્ટી સોન્ગ આપ્યા છે. જે આજેપણ પ્રશંસકો વચ્ચે હીટ છે.
હની સિંહના દુનિયાભરમાં પ્રશંસકો છે અને વર્લ્ડ મ્યૂઝિકને એક નવો આકાર માટે ઓળખાય છે. જેનો તાજેતરનો નમૂનો તેમનું હાલમાં હીટ થયેલું ગીત 'મખના'માં સાંભળવા મળ્યું, જ્યાં સંગીતકારે પોતાના સંગીત સાથે ક્યૂબા સંગીતને મિક્સ કરીને એક શાનદાર ગીત રજૂ કર્યું છે. તાજેતરમાં જ યો યો હની સિંહે પોતાના ચાર્ટબસ્ટર ગીત 'દિલ ચોરી' માટે મુંબઇમાં આયોજિત તાજેતર સંગીત પુરસ્કારમાં 'સોન્ગ ઓફ ધ ઇયર'નો પુરસ્કાર જીત્યો છે.
વર્ષ 2018 યો યો હની સિંહ માટે શાનદાર વર્ષ રહ્યું છે જેમાં ગાયકે દિલ ચોરી અને છોટે છોટે પેગ, ધિસ પાર્ટી ઇઝ ઓવર નાઉ, રંગતારીથી માંડીને શાહિદ કપૂર-કિયારા અડવાણી પર ફિલ્માવવામાં આવેલું સિંગલ ઉર્વશી જેવા ચાર્ટબસ્ટર્સ ગીતો સાથે દર્શકોને ખૂબ મનોરંજન કરાવ્યું છે.
યો યો હની સિંહે પોતાના ઉમદા સંગીત અને અનુપમ શૈલીની સાથે ભારતીય સંગીત ઉદ્યોગને દીવાના બનાવી દીધા છે. આ સાથે જ ગાયન સનસનીએ ફરી એકવાર પોતાના પ્રશંસકોના દિલો પર પોતાનો જાદૂ પાથર્યો છે. તાજેતરમાં જ હની સિંહ પોતાના આગામી ગીતો માટે કમર કસી રહ્યા છે અને તેમના ફેન્સ આતુરતાપૂર્વક તેમના આગામી ગીતો ઇંતઝાર કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે