Home> Entertainment
Advertisement
Prev
Next

તમને જાણીને થશે આશ્વર્ય!!! ફિલ્મ ''શેડ્સ ઓફ સાહો' માટે ''બાહુબલી''એ ઘટાડ્યું આટલું વજન

બાહુબલીની વિશાળ સફળતા બાદ, અભિનેતા પ્રભાસ હવે પોતાની આગામી ફિલ્મ સાહો સાથે ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર છે. ''સાહો''ના નિર્માતાઓએ તાજેતરમાં જ મેકિંગ ઝલક બતાવતાં ''શેડ્સ ઓફ સાહો''ની શૃંખલાની રિલીઝ કરી હતી જેના બંને અધ્યાયમાં કલાકારોની ઝલક દેખાડતા આ શૃંખલાએ તહેલકો મચાવી દીધો છે અને વીડિયોમાં પ્રભાસના સ્ટાઇલિશ લુકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

તમને જાણીને થશે આશ્વર્ય!!! ફિલ્મ ''શેડ્સ ઓફ સાહો' માટે ''બાહુબલી''એ ઘટાડ્યું આટલું વજન

મુંબઇ: બાહુબલીની વિશાળ સફળતા બાદ, અભિનેતા પ્રભાસ હવે પોતાની આગામી ફિલ્મ સાહો સાથે ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર છે. ''સાહો''ના નિર્માતાઓએ તાજેતરમાં જ મેકિંગ ઝલક બતાવતાં ''શેડ્સ ઓફ સાહો''ની શૃંખલાની રિલીઝ કરી હતી જેના બંને અધ્યાયમાં કલાકારોની ઝલક દેખાડતા આ શૃંખલાએ તહેલકો મચાવી દીધો છે અને વીડિયોમાં પ્રભાસના સ્ટાઇલિશ લુકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

fallbacks

અભિનેતાએ ફિલ્મ માટે આકરી મહેનત કરી છે જેના લીધે પ્રભાસે 7 થી 8 કિલો વજન પણ ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો, સાથે જ અભિનેતાએ જિમમાં જઇને પણ પરસેવો પાડ્યો છે. અભિનેતા પોતાની આગામી ફિલ્મ ''સાહો''ની સાથે ફેન્સના દિલ જીતવામાં કોઇ કસર છોડવા માંગતા નથી અને એટલા માટે ફિલ્મ માટે ખૂબ પરસેવો પાડી રહ્યા છે. 

શ્રદ્ધા કપૂરની સાથે બાહુબલી મેગાસ્ટાર પ્રભાસ પોતાની આગામી એક્શન થ્રિલર 'સાહો'ની સાથે દેશભરમાં પોતાના ફેન્સને આશ્વર્યચકિત કરતાં જોવા મળશે. આ ભારતની પહેલી બહુભાષી ફિલ્મ છે જેને હિંદી, તમિળ અને તેલૂગૂમાં શૂટ કરવામાં આવી રહી છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે મનોરંજન પુરૂ પાડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More